Advertisement
Author: નોબત સમાચાર

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રીય બજેટ અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયો

વિવિધ ટેક્સ એસોસિએશન એન્ડ કન્સલ્ટન્ટ એસોસિએશનો જોડાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુ.આઈ. આર.સી. ઓફ આઈ.સી.એ. આઈ., ધી કોમર્શીયલ ટેકસ પ્રેકટિશનર્સ એસોસિએશન, જામનગર તથા જામનગર ટેકસ કન્સલ્ટન્ટસ એસોસિએશન જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગર ચેમ્બરમાં કેન્દ્રીય બજેટ-૨૬ અંગે માર્ગદર્શક પોસ્ટ બજેટ સેમિનાર તા. ૧૦-૨-૨૬ના યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં સંસ્થાના પ્રમુખ રમણીકભાઈ અકબરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સંસ્થા દ્વારા પ્રતિ વર્ષ સાથી સંસ્થાઓ સાથે મળી બજેટની છણાવટ કરવા તથા વેપારીઓ-ઉદ્યોગકારોને તથા  સભ્યશ્રીઓને માર્ગદર્શન મળી રહે તે માટે પોસ્ટ બજેટ સેમિનારનું આયોજન કરવામાં આવે છે.

આ સેમિનારમાં બજેટની છણાવટ કરવા સીધા કરવેરાના નિષ્ણાત વક્તા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દીપકભાઈ રિંડાણીનું ચેમ્બર પ્રમુખ રમણીકભાઈ અકબરી, ઉપપ્રમુખ અજેશભાઈ પટેલ, માનદમંત્રી કૃણાલભાઈ શેઠ, માનદ સહમંત્રી સી.એ. ભાવિકભાઈ ધોળકીયા, માનદ ખજાનચી તુષારભાઈ રામાણી, સંપાદક કેયુરભાઈ ખટ્ટર, તત્કાલિન પૂર્વ પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા તથા જામનગર ટેકસ કન્સલ્ટન્ટસ એસોસિએશનના પ્રમુખ સી.એ. નિલય પોપટ દ્વારા કાર્યક્રમના વક્તા દિપકભાઈ રિંડાણીનું પુષ્પ ગુચ્છથી સન્માન કરાયુ હતું. તેમજ સંસ્થાની ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ પેનલના ચેરમેન પંકજભાઈ વાધર, સેન્ટ્રલ જીએસટી પેનલના ચેરમેન ભરતભાઈ ઓઝા દ્વારા મોમેન્ટો અર્પણ કરાયો હતો. પ્રથમ સેશનમાં અંતમાં જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુ.આઈ. આર.સી. ઓફ આઈ.સી.એ. આઈ.ના ચેરમેન સી.એ. હરદિપસિંહ જાડેજાએ પ્રથમ સેશનનું આભાર દર્શન કર્યું હતું.

આ તકે રાજકોટથી આવેલા સી.એ. દીપકભાઈ રિંડાણીનો પરિચય ઈન્કમ ટેકસ અને કોર્પોરેટ લોઝ પેનલના ચેરમેન કપિલભાઈ સંઘવીએ આપ્યો હતો.

સેમિનાર દરમ્યાન રાજકોટથી પધારેલ સી.એ. દીપકભાઈ રિંડાણીએ આ બજેટમાં આવકવેરામાં આવેલ સુધારાઓ અંગે છણાવટ કરતા જણાવેલ કે આ બજેટમાં નવો ઈન્કમ ટેકસ એકટ ૨૦૨૫ કે જે ૧-૪-૨૬ થી લાગુ થશે જેના વિશે માહિત આપતા જણાવેલ કે આ કાયદો ૧૯૬૧ના ઈન્કમ ટેકસ થી અલગ જ છે. આ બજેટમાં સૂચવવામાં આવેલ વધુ પડતા ફેરફારો પ્રોફેશનલોને જ લાગુ પડે એવા છે. કેમ કે તે પ્રોસીજર ને લગતા અથવાતો વહીવટ કે ભૂલ સુધારણાને લગતા છે. ખાસ કરીને આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, પરંતુ રિટર્ન ફાઈલ કરવાની ડ્યુ ડેટમાં જેની ધંધાકીય આવક હોય પણ ઓડિટ લાગુ ના પડતુ હોય તેવા એસેસી માટે ૩૧ જુલાઈ ને બદલે ૩૧ ઓગષ્ટ કરવામાં આવી છે. તેમજ રિવાઈઝ્ડ રિટર્ન તથા અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાની મુદ્દતમાં પણ ફેરફારો કરવામાં આવેલ છે. ખાસ કરીને પ્રોસિક્યુશનના કેસમાં પેનલ્ટીને બદલે દંડની જોગવાઈઓ કરવામાં આવેલ છે. જે આવકારવાદાયક છે. લોવર ટી.ડી.એસ.-ટી.સી.એસ., સર્ચના કેસમાં પણ સુધારાઓ કરવામાં આવેલ છે. તેમજ શેર બાયબેકના કિસ્સામાં જે તફાવતની રકમને ડિવિડંડને બદલે હવે ફરીથી પહેલાની જેમ કેપિટલ ગેઈન ગણવામાં આવશે.

મિનિમમ ઓલ્ટરનેટ ટેકસને લગતા ફેરફારો વિશે પણ દીપકભાઈએ છણાવટ કરી હતી. સરકારનો ઉદૃેશ્ય હવે આગામી સમયમાં આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ તથા ડેટા સેન્ટર તેમજ ગ્લોબલ કેપિટલ સેન્ટર ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાનો છે, આમ, દીપકભાઈ રિંડાણી દ્વારા ખૂબજ સરળ ભાષામાં આવકવેરા કાયદા વિશે જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. લગભગ બે કલાક સુધી સતત ચાલેલ આ સેમિનાર ચોક્કસપણે વેપારીઓ-ઉદ્યોગકારો, કરવેરા સલાહ કારોને ખૂબજ ઉપયોગી નીવડશે. આ સેમિનારને સફળ બનાવવા સહયોગી સંસ્થાઓએ જહેમત ઉઠાવી હતી. તેમજ આ સેમિનારમાં ચેમ્બરના કારોબારી સમિતિના સભ્યો, વેપારીઓ, ઉદ્યોગકારો, કરવેરા સલાહકારો તથા કાયદાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના માનદમંત્રી કૃણાલભાઈ શેઠે કરેલ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh