Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના થીંક સ્પેસ ફાઉન્ડેશન લાયબ્રેરી દ્વારા સાહિત્ય રસિકો માટે ટૂંકી વાર્તાની સ્પર્ધા

દરેક શેરી એક યાદ ધરાવે છે, દરેક ખૂણો એક વાર્તા ધરાવે છેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરની થીંક સ્પેસ ફાઉન્ડેશન લાયબ્રેરી દ્વારા જામનગરના સાહિત્ય રસિકો માટે ટૂંકી વાર્તા સ્પર્ધા-ર૦ર૬ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધાનો વિષય-ર૦ર૬ થીમ 'જામનગર! દરેક શેરી એક યાદ ધરાવે છે, દરેક ખૂણો એક વાર્તા ધરાવે છે' ઉપર  જામનગરની વાર્તા રજૂ કરવાની રહેશે.

આ સ્પર્ધામાં ૧૬ વર્ષથી વધુના રસિકો અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં વાર્તા રજૂ કરી શકશે.

આ સ્પર્ધામાં ફક્ત કાલ્પનિક, સંસ્મરણો, નોન-કાલ્પનિક નિબંધો અને શૈક્ષણિક લેખો સ્વીકારવામાં આવશે નહીં. વાર્તા ૧પ૦૦ થી ૩૦૦૦ શબ્દોની મર્યાદામાં હોવી જોઈએ, તેમજ મૌલિક અને અપ્રકાશિત હોવી જોઈએ. સાહિત્ય ચોરી કે એઆઈ-જનરેશન ટુલ્સનો ઉપયોગ તાત્કાલિક ગેરલાયક ઠરાવાશે.

આ સ્પર્ધામાં એન્ટ્રી મોકલવાની અંતિમ તા. ર૮-ર-ર૦ર૬ છે. વાર્તાની થીમમાં જામનગર શહેરને કેન્દ્રસ્થાને રાખવાનું રહેશે.

વાર્તાનું માળખું, પાત્રોનો પરિવેશ, વાર્તાના આદી, વ્યાકરણ, મધ્ય અને અંત વિગેરેને બરાબર ન્યાય મળે તે રીતે દરેક વાર્તાનું મૂલ્યાંકન કરવામાં આવશે.

આ સ્પર્ધાના પ્રથમ વિજેતાને રૂ।. ૩૦૦૦ અને દ્વિતીય વિજેતાને રૂ।. ૧પ૦૦ નું ઈનામ આપવામાં આવશે. વિજેતાઓના નામ તા. ૧પ-૪-ર૦ર૬ સુધીમાં જાહેર કરવામાં આવશે.

આ સ્પર્ધાંતે સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો વોટ્સએપ નંબર ૯૧-૬૩પ૭૩ ૮૬૯૦૪ ઉપર મેસેજ કરવા જણાવાયું છે.

વાર્તાની એન્ટ્રી ઓનલાઈન પીડીએફ ફાઈલમાં વિષયઃ થીંકસ્પેસ શોર્ટ સ્ટોરી એવોર્ડ એન્ટ્રી તરીકે જ્યારે ઓફલાઈન કૃતિ મોકલવા માટે એક સ્પષ્ટરૂપે હસ્ત લિખિત નકલ થીંકસ્પેશ ફાઉન્ડેશન લાયબ્રેરી, પ્રથમ માળે, હરિઓમ ફરસાણ ઉપર, બેંક ઓફ બરોડાની બાજુમાં, વિકાસ ગૃહ રોડ, જામનગરના સરનામે પહોંચાડવાની રહેશે.

આ સ્પર્ધા માટેની વિશિષ્ટ પેનલમાં ડો. સંવેદના સુવલ્કા (ભારતીય ફિલ્મ અને રંગભૂમિ અભિનેત્રી) એડવોકેટ ગૌરવ પંડ્યા (લેખક), વૈશાલી રાડિયા (શિક્ષક, લેખક) અને ડો. નિકિતા અંબાસણા (ટેકનોલોજિસ્ટ અને બ્લોગર) છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh