Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૫-૧૨-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
અમેરિકા સાથે દરેક મુદ્દાઓ ઉકેલાઈ જતા માર્ચ સુધીમાં વેપાર કરાર થઈ જવાની અપેક્ષા તેમજ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અપેક્ષા પ્રમાણે ૦.૨૫% ઘટાડો કરાયા છતા આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ઇન્ડેક્સ બેઝ્ડ ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સથે થઇ હતી.
અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ આવનારા મહિનાઓમાં વ્યાજ દર યથાવત્ રાખવાના પણ સંકેત આપ્યા હતા અને ૨૦૨૬માં અમેરિકાના અર્થતંત્ર વિશે તેમણે આશાવાદ વ્યકત કર્યો હતો. અમેરિકામાં વ્યાજ દર હવે ઘટી ૩.૫૦% અને ૩.૭૫% ની રેન્જ સાથે ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાને પગલે વિદેશી રોકાણકારોનો ભારતીય બજારમાં પ્રવાહ વધવાની અપેક્ષા રહેવા છતા ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૫%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૧.૦૭% અને નેસ્ડેક ૧.૭૨% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૩% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૧૫ અને વધનારની સંખ્યા ૧૩૪૧ રહી હતી, ૨૪૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર સર્વિસ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૧,૩૪,૨૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૩૪,૬૨૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૩૪,૨૦૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૯૧૩ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૩૪,૫૩૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૧,૯૪,૭૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૯૫,૮૨૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૯૪,૬૮૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૪૪૯ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૯૫,૩૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
ગોદરેજ કન્ઝ્યુમર (૧૧૪૮) : પર્સનલ કેર સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૩૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૨૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૬૩ થી રૂ.૧૧૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. ૧૧૭૭ ઉપર તેજી તરફી ધ્યાન...!!
લોઢા ડેવલપર્સ (૧૦૮૦) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ. ૧૦૬૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૦૬૦ ના સપોર્ટથી આ સ્ટોક ૧૦૯૪ થી રૂ. ૧૧૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
એચડીએફસી બેન્ક (૯૯૬) : રૂ. ૯૮૪ નો પ્રથમ તેમજ રૂ.૯૭૭ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. ૧૦૦૪ થી રૂ. ૧૦૧૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
એસબીઆઈ કાર્ડ્સ (૮૭૦) : નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૮૭૮ થી રૂ.૮૮૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૮૫૫ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ભારતીય ઇક્વિટી અને કોમોડિટી બજારમાં મજબૂત આશાવાદ જોવા મળે છે. ભારત વિકાસનું કેન્દ્ર બની રહ્યું છે અને મજબૂત કમાણી તેમજ નીતિગત સમર્થન ૨૦૨૬માં ઇક્વિટીને બળ આપશે. સેફ-હેવન તરીકે સોનાની માંગ ઊંચી રહેવાની અપેક્ષા છે, જ્યારે યુવા રોકાણકારોની વધતી ભાગીદારી બજારમાં વધુ ઊંડો જોડાણ લાવી રહી છે. સેબીના સર્વે મુજબ માત્ર ૯.૫% પરિવારો જ સક્રિય રોકાણ કરે છે, જે સૂચવે છે કે ભારતીય ઇક્વિટી માર્કેટમાં હજુ પણ વિશાળ અજમાયશી તકો છે. તેથી બ્રોકરેજ અને ફિનટેક પ્લેટફોર્મ્સને રોકાણને વધુ સરળ અને સમાવેશક બનાવવાની જરૂર છે. આગળના વર્ષોમાં ભારતીય શેરબજાર માટે લિક્વિ ડિટી, મેન્યુફેક્ચરિંગ શિફ્ટ, પ્રાયમરી માર્કેટનું બૂમ અને ગ્લોબલ કોમોડિટી ચલણ મહત્વની ભૂમિકા ભજવશે.
૨૦૨૪-૨૫ની વચ્ચે આવેલા સુધારાઓ બાદ ભારતીય બજારે ફરીથી ઓલ-ટાઈમ હાઈ હાંસલ કરીને તેની સ્થિતિસ્થાપકતા સાબિત કરી છે. એફઆઈઆઈ ફ્લો ભલે વોલેટાઇલ રહે, પરંતુ ડીઆઈઆઈ અને રિટેલ રોકાણકારોના સતત ઇન્ફ્લો કારણે બજારને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે. સોના અને ચાંદી જેવા કોમોડિટીઝમાં તીવ્ર તેજી વૈશ્વિક અનિશ્ચિતતા અને કરન્સી અવમૂલ્યનના સંકેતો આપે છે, જેનાથી ડિફેન્સિવ અને હેજ પોઝિશનિંગ સેક્ટર્સ ફાર્મા, આઈટી, કન્સ્યુમર સેક્ટરમાં રોટેશન જોવા મળી શકે છે. એકંદરે, ૨૦૨૬ સુધી ભારતીય બજારનો ટ્રેન્ડ સ્ટ્રક્ચરલી પોઝિટિવ રહેવાની શક્યતા વધુ છે, પરંતુ રોકાણકારો માટે વૈશ્વિક ભૂ-રાજકીય જોખમો, કોમોડિટી વોલેટિલિટી અને કરન્સી મૂવમેન્ટ્સ પર નજર રાખવી જરૂરી રહેશે.