Advertisement
Author: નોબત સમાચાર

હાપા માર્કેટ યાર્ડમાં ૪૦,પ૦૮ ગુણી વિવિધ જણસોની આવક

જુદી જુદી જણસથી યાર્ડ છલકાયું

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૧પઃ હાપા (જામનગર) માર્કેટ યાર્ડમાં વિવિધ જણસોની મબલખ આવક થવા પામી રહી છે. આજે ૭પ૦ ખેડૂતો ૪૦,પ૦૮ ગુણીની વિવિધ જણસોની આવક થઈ હતી.

આજે ૧૦૭ ખેડૂતો લસણની ૧૯૧૭ ગુણીનો જથ્થો લઈને આવ્યા હતાં અને હરાજીમાં ભાવ ૧૦૦૦ થી રપપપ સુધીનો બોલાયો હતો. કપાસની ર૮૯૧ ગુણીની આવક થવા પામી હતી, અને ભાવ રૂ. ૧૦૦૦ થી ૧પ૭૦ નો રહ્યો હતો. સુકી ડુંગળીની ૮૯૯ ગુણીની આવક થઈ હતી અને ભાવ રૂ. ૪૦ થી ૩૮૦ નો રહ્યો હતો તથા સોયાબીનની ૩૭૮ ગુણીની આવક અને ભાવ રૂ. ૭૦૦ થી ૮પપ નો રહેવા પામ્યો હતો, જ્યારે મગફળીની ૩ર હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવ ૧૧ર૦ થી ૧૮પપ સુધીનો બોલાયો હતો.

આમ, આજે ૪૦,પ૦૮ ગુણીની કુલ આવક અને ૧પ,૩૧૯ ગુણીનું વેંચાણ થયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh