Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ ઈકો-સિસ્ટમ જાળવી રાખતા ચેરના જંગલો

ઓખામંડળના ટાપુઓ પર ૬ પ્રકારના મેન્ગૃવ્ઝ જોવા મળે

                                                                                                                                                                                                      

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિશાળ સામુદ્રિક વિસ્તાર આવેલો છે. જે સમુદ્રમાં અદ્ભૂત દરીયાઈ જીવસૃષ્ટિની ભારે ભરમાર રહી છે. એટલું જ નહીં, પરંતુ સમુદ્ર કાંઠે ચેરના મેન્ગૃવ્ઝની વિશાળ હારમાળા આવેલી છે. જેની વિગતવાર માહિતી મેળવીએ.

દ્વારકા ઓખા તરફ નાના-મોટા અનેક ટાપુઓ આવેલાં છે. આવા ટાપુના કાંઠાળા ગામે આ ચેર (મેન્ગૃવ્ઝ)ની છ થી વધુ જાતના ચેરની જાતિ-પ્રજાતિ આવેલી છે. જેમાં (૧) ચેર એવીસીન્નીયા ઓફીસિનાલીસ  (૨) એવીસીન્નીયા મરીના અને ત્રીજી જાત એવીસીન્નીયા  જેમાં એવીસીનિયા મહિના ખૂબ સમૃદ્ધતા ધરાવે છે. આ ઉપરાંત (૧) ફરાડ રાઈઝોફોરા મક્રોનેટા(ચ) (૨) કેનરી રિયોર્પ ટુગલ(ચ) તથા (૩) ચાવરિયો એ.જી. સિરસ (ચ) આ છ જાતો જોવા મળે છે.

ચેર જંગલો ઘણા સમુદ્રી જીવો માટે ખોરાક, આશ્રયસ્થાનના રક્ષણ માટે ઉત્તમ રહૃાું છે. સેંકડો જીવો તેના આશરે જીવે છે. સૌથી વધુ પ્રમાણમાં હુંડિયામણ કમાવી દેતા જિંગા, કરચલા, મેન્ગૃવ્ઝ વિસ્તારમાં જ જોવા મળે છે. આમ ચેર જંગલો સમુદ્રી ઈકો સિસ્ટમમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

આ ઉપરાંત સમુદ્ર કાંઠાની જમીનોનું ધોવાણ અટકાવે, ખારાશયુકત હવાને અટકાવે છે. સમુદ્રી પક્ષીઓને રહેઠાણ પુરૃં પાડે છે. દુષ્કાળ સમયે ઘાસચારા તરીકે ચેર ઘણું ઉપયોગી બને છે. દરિયાઈ તોફાન સામે રક્ષણ પુરૃં પાડે છે. જમીનમાં જતાં ક્ષારને અટકાવે છે. આવા અનેક કારણોસર ચેર વૃક્ષો આપણા પર્યાવરણ માટે આશીર્વાદરૂપ રહૃાા છે. તેની મનોહર હરિયાળી વનરાજી મનમોહી લે તેવી જરૂર રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh