Advertisement
Author: નોબત સમાચાર

દેશના આઠ શહેરોમાં શીત લહેર એલર્ટ

પશ્ચિમ બંગાળ સહિત ચાર રાજયોમાં વરસાદની આગાહી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૯: દિલ્હીથી બિહાર સુધી ઠંડીનો પ્રકોપ વધ્યો છે, અને હવામાન ખાતા સહિત ૪ રાજ્યોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર સતત વધી રહ્યો છે. પહાડી રાજ્યોમાં હજી પણ બરફ વર્ષા ચાલુ છે, જ્યારે મેદાની વિસ્તારોમાં પારો સતત નીચે ગગડી રહ્યો છે. આ બધાની વચ્ચે, ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી) એ દેશના ચાર રાજ્યોમાં આજે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

રાજધાની દિલ્હીમાં પારો સતત ઘટી રહ્યો છે. પ્રદુષણનો સામનો કરી રહેલા દિલ્હીના લોકોને હવે ધુમ્મસનો પણ સામનો કરવો પડશે. વિભાગનું કહેવું છે કે, આવનારા કેટલાક દિવસો સુધી હવામાન આવું જ રહેશે. ખાસ કરીને આજે અને કાલે પવનોને કારણે ઠંડીમાં વધારો જોવા મળી શકે છે.

યુપીના ઘણા જિલ્લાઓમાં આજથી શીત લહેરની અસર વધુ તીવ્ર બની શકે છે. આગામી બે દિવસ સધુી આવી જ સ્થિતિ જોવા મળશે. ત્યારબાદ આવતા સપ્તાહથી પશ્ચિમી પવનોને કારણે તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. આ ઉપરાંત હવમાન ખાતાના જણાવ્યા મુજબ આજે આ બન્ને રાજ્યોમાં કાળા વાદળો છવાયેલા રહેશે. બન્ને રાજ્યોના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તમિલનાડુ અને પુડુચેરીમાં પણ ૧૧ નવેમબર સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન ખાતાએ દેશના આઠ શહેરો અને તેની આસપાસના વિસ્તારોમાં શીત લહેરની ચેતવણી જારી કરી છે, જેમા બિહારના પુર્ણિયા, કિશનગંજ, પટના ઝારખંડના રાંચી, ઉત્તર પ્રદેશના લખનૌ, કાનપુર, આગ્રા, પ્રયાગરાજ અને તેને અડીને આવેલા વિસ્તારોનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh