Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિમાનમાં ભિષણ આગ લાગતા સર્જાયા ભયાવહ દૃશ્યો
લંડન તા. ૧૪ઃ રવિવારે બપોરે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી ઉડાન ભર્યાની થોડી જ વારમાં એક નાનું યાત્રી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. વિમાનમાં ભીષણ આગ લાગતા ઘટના સ્થળે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં છે. જો કે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યાં નથી.
આ દુર્ઘટના સ્થાનિક સમયાનુસાર આશરે સાંજે ૪ વાગ્યે ઘટી છે. પ્રાથમિક માહિતી અનુસાર દુર્ઘટનાગ્રસ્ત વિમાન બીચ બી૨૦૦ સુપર કિંગ એર હતું. જે એક ડ્યુઅલ એન્જિન વાળું ટર્બોપોપ જેટ છે અને નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ માટે રવાના થયું હતું.
ઘટનાના તરત પછી ઇમર્જન્સી સેવાઓ સક્રિય થઈ ગઈ હતી. પોલીસ, ફાયર બ્રિગેડ અને રાહત ટીમો ઝડપથી ઘટના સ્થળે પહોંચી છે. જો કે વિમાનમાં કેટલા લોકો હતા એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રત્યક્ષદર્શીઓએ આ દુર્ઘટનાને ભયંકર ગણાવી અને કહૃાું કે, દુર્ઘટનાની થોડી ક્ષણો પહેલા જ વિમાનના ચાલક દળે હાથ હલાવીને અભિવાદન કર્યું હતું.
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સાઉથએન્ડ એરપોર્ટ પર ગંભીર દુર્ઘટના પછી પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે હાજર છે. તેણે જણાવ્યું કે, બચાવકાર્ય શરૃ છે. રેસ્કયુ દરમિયાન લોકોને તે વિસ્તારથી દૂર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. એરપોર્ટના એક પ્રવક્તાએ પુષ્ટિ કરતા કહૃાું કે, આજે બપોરે લંડન સાઉથએન્ડ એરપોર્ટ પર એક વિમાન સંબંધિત ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. સ્થાનીક અધિકારીઓ સાથે મળીને રેસ્કયુ કામગીરી હાથ ધરવામાં આવી છે.
એરપોર્ટની વેબસાઇટ અનુસાર દુર્ઘટનાના કારણે રવિવારે બપોરે ઓછામાં ઓછી ચાર ફ્લાઇટની ઉડાન રદ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ હજુ સુધી ખુલાસો કર્યો નથી કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા અને તેની સ્થિતિ કેવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial