બજેટ પૂર્વે ભારતીય શેર બજારમાં અનિશ્ચિતતાઓ વચ્ચે સાવધાનીનું વલણ !!!

                                                                                                                                                                                                      

તા. ૧૬-૦૧-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે....

ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડિલ થવાના અહેવાલ વહેતાં થતાં ગત સપ્તાહે શેરબજારમાં પોઝિટીવ અસર જોવાઈ હતી. પરંતુ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આકરાં તેવરને કારણે વિશ્વ અસાધારણ અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યું હોઈ ઈરાન પર ગમે તે ઘડીએ અમેરિકી સૈન્યની એટેકની તૈયારી અને બીજી તરફ ગ્રીનલેન્ડ સહિતને કબજે કરવાના મક્કમ નિર્ધારને લઈ જીઓપોલિટીકલ ટેન્શન વધતા આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૬૨%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૦૬% અને નેસ્ડેક ૦.૦૧% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૫% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૮૭ અને વધનારની સંખ્યા ૧૦૧૨ રહી હતી, ૨૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ એફએમસીજી, કેપિટલ ગુડ્સ, પીએસયુ બેન્ક, પાવર અને સર્વિસીસ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ।.૧,૪૩,૩૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૧,૪૫,૫૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૧,૪૩,૩૨૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૯૧૯ પોઈન્ટના ઉછાળા સાથે રૂ।.૧,૪૪,૪૩૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ।.૨,૯૩,૧૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૩,૦૧,૩૧૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૨,૯૩,૧૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૧,૦૩૦ પોઈન્ટના ઉછાળા સાથે રૂ।.૨,૯૮,૭૯૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

સન ફાર્મા (૧૬૦૪) : ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।.૧૫૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।.૧૫૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।.૧૬૧૩ થી રૂ।.૧૬૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।.૧૬૨૬ ઉપર તેજી તરફી ધ્યાન...!!

હેવેલ્સ ઇન્ડિયા (૧૪૧૭) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ।.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૧૩૯૮ ના સપોર્ટથી આ સ્ટોક ૧૪૩૪ થી રૂ।.૧૪૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

જેએસડબલ્યુ સ્ટીલ (૧૧૮૫) : રૂ।.૧૧૭૩ નો પ્રથમ તેમજ રૂ।.૧૧૬૭ બીજા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।.૧૧૯૭ થી રૂ।.૧૨૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

સ્ટેટ બેન્ક (૧૦૩૭) : પબ્લિક બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ।.૧૦૪૮ થી રૂ।.૧૦૫૫ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ।.૧૦૧૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય શેરબજારની ભાવિ દિશા તરફ નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે દેશના મૂડીબજારો હવે ટૂંકાગાળાના ચક્રોથી આગળ વધી માળખાકીય મજબૂતીના તબક્કામાં પ્રવેશી ચૂક્યા છે. વધતી સ્થાનિક મૂડી, એસઆઈપી મારફતે સતત રોકાણ, રિટેલ તથા સંસ્થાગત રોકાણકારોની વિસ્તરતી ભાગીદારી અને સરકારના સતત મૂડી ખર્ચને કારણે બજારને લાંબા ગાળે મજબૂત આધાર મળી રહ્યો છે. પ્રાઈમરી અને સેકન્ડરી બંને માર્કેટમાં ઊંડાણ વધતાં કંપનીઓ માટે ભંડોળ એકત્ર કરવું સરળ બન્યું છે, જે દેશના ઔદ્યોગિક વિકાસ અને આર્થિક વૃદ્ધિને વેગ આપશે.

આગામી વર્ષોમાં ભારતીય શેરબજાર વૈશ્વિક સ્તરે વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની સંભાવના ધરાવે છે. માર્કેટ કેપિટલાઈઝેશનમાં સતત વધારો, આઈપીઓ પ્રવૃત્તિમાં ભારતની આગેવાની અને મજબૂત નિયમનાત્મક માળખું રોકાણકારોના વિશ્વાસને વધુ મજબૂત બનાવશે. જોકે ટૂંકાગાળે વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે અસ્થિરતા જોવા મળી શકે, પરંતુ લાંબા ગાળે ભારતનો શેરબજાર વૃદ્ધિ, મૂડી નિર્માણ અને સંપત્તિ સર્જન માટે આકર્ષક ગંતવ્ય તરીકે ઉભરી રહેશે.

close
Ank Bandh