જાણો, તા. રર ઓગસ્ટ, શુક્રવાર અને શ્રાવણ વદ ચૌદસનું પંચાંંગ

સુર્યોદયઃ ૦૬-૨૮ - સુર્યાસ્તઃ ૭-૧૨

દિવસના ચોઘડીયા

(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ

રાત્રિના ચોઘડીયા

(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ

વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ વદ-૧૪ :

તા. ૨૨-૦૮-ર૦૨૫, શુક્રવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૮,

મુસ્લિમ રોજઃ ૨૭, નક્ષત્રઃ આશ્લેષા,

યોગઃ વરિયાન, કરણઃ ચતુષ્પાદ

 

તા. ૨૨ - ઓગસ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યાવહારિક બાબતે કેટલાક કાર્યમાં આપને મુશ્કેલીનો અનુભવ થાય. નાણાકીય  આયોજન સમજી-વિચારીને કરવું. જોખમી રોકાણો કરવા નહીં. સ્વાસ્થ્યની કાળજી રાખવી.  વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સાનુકૂળતા રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે. યાત્રા-પ્રવાસ ખર્ચાળ સાબિત  થાય.

બાળકની રાશિઃ કર્ક ૨૪:૧૭ સુધી પછી સિંહ

જાણો, તા. રર ઓગસ્ટ, શુક્રવાર અને શ્રાવણ વદ ચૌદસનું રાશિફળ

વૃષભ સહિત અન્ય બે રાશિના જાતકોને યશ-પદમાં વૃદ્ધિ તેમજ નાણાકીય રોકાણ-વ્યવહારમાં  સાનુકૂળતા રહે.

 

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કાર્યમાં સાનુકૂળતા રહે. નાણાકીય-રોકાણ વ્યવહારના કામમાં સરળતા રહે. ધંધામાં આવક  જણાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના યશ-પદમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત  રહેવું પડે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૩

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં પ્રતિકુળતા જણાય. નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવાર અને ઘરે રહો તો  નોકરી-ધંધાની ચિંતા રહે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૯

 

Cancer (કર્ક: ડ-હ)

દિસના પ્રારંભે બેચેની જણાય પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થાય. રૂકાવટના  કામ ઉકેલાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૩-૮

 

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતા, અન્યનું કામ આવી જતા, કાર્યભાર-દોડધામ-શ્રમ  વધી શકે.

શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૧-૬

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય થઈ  શકે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૪

 

Libra (તુલા: ર-ત)

આપે આરોગ્યની કાળજી રાખીને કામકાજમાં વ્યસ્ત રહેવું. નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં રાહ  જોવી.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૩

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા થતી જાય.ભાઈ-ભાંડુનો સહકાર  મળે.

શુભ રંગઃ મેંેંદી - શુભ અંકઃ ૬-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું થાય. જમીન-મકાન-વાહનના  કામ થાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૮-૪

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં  લાભ થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૭-૫

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા  કરે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૩

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં સાનુકૂળતા થતી જાય. રાજકીય -સરકારી કામ અંગે  મુલાકાત થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૮

જાણો ર૧ ઓગસ્ટ, ગુરૂવાર અને શ્રાવણ વદ તેરસનું પંચાંગ

સુર્યોદય : ૬-૨૭ - સુર્યાસ્ત : ૭-૧૩

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ વદ-૧૩ :

તા. ૨૧-૦૮-ર૦૨૫, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૭,

મુસ્લિમ રોજઃ ૨૬, નક્ષત્રઃ પુષ્ય,

યોગઃ વ્યતિપાત, કરણઃ વિષ્ટિ

આજના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય, તો ક્યારેક સારૃં રહે. ભાઈ-ભાંડુંનો  સાથ-સહકાર મળી રહે. નોકરી-ધંધા-વ્યવસાય બાબતે આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં  વ્યસ્ત રહેવાનું બને. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.  સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી જરૂરી બને.

બાળકની રાશિઃ કર્ક

જાણો ર૧ ઓગસ્ટ, ગુરૂવાર અને શ્રાવણ વદ તેરસનું રાશિફળ

કુંભ સહિત બે રાશિના જાતકોને દિવસનો પ્રારંભ શુભ રહેવાની સાથે કામમાં સાનુકૂળતા મળેે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. બપોરથી કામકાજ અંગે વ્યસ્તતા  અનુભવાય.

શુભ રંગઃ સફેદ  - શુભ અંકઃ ૪-૭

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

દોડધામ-વ્યસ્તતા-શ્રમ સાથે દિવસની શરૂઆત થાય. પરંતુ જેમ દિવસ પસાર થા, દોડધામ-શ્રમમાં  ઘટાડો થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૯-૩

 

Gemini (મિથુન: ક-છ-ધ)

સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય. પરંતુ બપોર પછી આપે કામમાં સાવધાની  રાખવી.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૮

 

Cancer (કર્ક: ડ-હ)

કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. મોસાળપક્ષ-સાસરીપક્ષે ચિંતા રહે. બપોર પછી  રાહત જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૬

 

Leo (સિંહ: મ-ટ)

રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુુલાકાત થઈ શકે. ધર્મકાર્ય-શુભકાર્યમાં ખર્ચ-ખરીદી  જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૧

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કાર્યમાં ઘર-પરિવારનો સહકાર જણાય. નાણાકીય જવાબદારીવાળા કામમાં સાવધાની રાખવી  પડે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૯

 

Libra (તુલા: ર-ત)

આપના કામની કદર-પ્રસંશા થવાથી આનંદ રહે. પરંતુ દિવસ પસાર થાય તેમ બેચેની-વ્યગ્રતા  અનુભવો.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૮

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

બપોર સુધી ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં મન લાગે નહીં. જેમ દિવસ પસાર થાય તેમ  શાંતિ થતી જાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

દિવસના પ્રારંભે વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ  પ્રતિકૂળતા જણાય.

શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૩-૯

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામમાં હરિફ, ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. બપોર પછી રાહત થતી  જાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૪-૬

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

દિવસનો પ્રારંભ સારો રહે. કામકાજમાં સાનુકૂળતા મળી રહે. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ  ઉચાટ-ઉદ્વેગ રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૧-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેનીથી થાય, પરંતુ જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપને રાહત  થતી જાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૫

જાણો ર૦ ઓગસ્ટ, બુધવાર અને શ્રાવણ વદ બારસનું પંચાંગ

સુર્યોદય : ૬-૨૭ - સુર્યાસ્ત : ૭-૧૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ વદ-૧૨ :

તા. ૨૦-૦૮-ર૦૨૫, બુધવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૬,

મુસ્લિમ રોજઃ ૨૫, નક્ષત્રઃ પુનર્વસુ,

યોગઃ સિદ્ધિ, કરણઃ ગર

આજના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં આપના કાર્યની સાથે બીજું કામ આવી જતા આપના કાર્યભાર, દોડધામ,  શ્રમમાં વધારો થતો જણાય. કામને પૂર્ણ કરવાનું દબાણ રહે. કૌટુંબિક-પારિવારિક સુખ-સંપત્તિમાં  વધારો થતો જોવા મળે. વડીલવર્ગમાં આશીર્વાદથી આપની મનોકામના પૂર્ણ થતી જણાય. વિદ્યાર્થી વર્ગે  ખોટા આત્મવિશ્વાસમાં રહ્યાં વગર વર્ષના પ્રારંભથી જ અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી.

બાળકની રાશિઃ મિથુન ૧૮.૩પ સુધી પછી કર્ક

જાણો ર૦ ઓગસ્ટ, બુધવાર અને શ્રાવણ વદ બારસનું રાશિફળ

સિંહ સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વધારો થાય તથા કાર્યક્ષેત્રે પ્રગતિ જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામમાં સરળતા થતી જાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો  જણાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૩-૯

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં આપે સાવચેતી રાખવી પડે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામકાજમાં વ્યસ્ત રહી શકો. વિચારોની અસમંજસતા-દ્વિધા  રહ્યાં કરે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૭

 

Cancer (કર્ક: ડ-હ)

નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં આપને સફળતા મળી રહે. ધંંધામાં આકસ્મિક ઘરાકીથી આવક  થાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. પરદેશના કામમાં પ્રગતિ  જણાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૩

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

નોકરી-ધંધાના કામમાં પ્રતિકૂળતા રહે. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ ન કરવી. પરિવારની  ચિંતા રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૮

 

Libra (તુલા: ર-ત)

આપની બુદ્ધિ-અનુભવ, આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો  જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૭

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

સીઝનલ ધંધામાં હરિફ, ઈર્ષા કરનાર વર્ગનો સામનો કરવો પડે. આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ  થાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૬-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણયો લેવામાં સરળતા રહે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૭

 

Capricorn (મકર: ખ-જ)

આપે તન-મન-ધન, વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને  ચિંતા-ઉચાટ રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૧

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

દેશ-પરદેશના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૪

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

દિવસના પ્રારંભથી જ આપે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામમાં  સાનુકૂળતા રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૮

જાણો ૧૮ ઓગસ્ટ થી ર૪ ઓગસ્ટ ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિફળ

મેષ સહીત ત્રણ રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં કામનું ભારણ રહે, આર્થિક તકલીફ રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે કામનું ભારણ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વધારે પડતા કાર્યબોજને કારણે આપને વ્યસ્તતાનો અનુભવ થાય. આર્થિક સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને પહોંચી વળવા આપ સક્ષમ બનશો. સામાજિક ક્ષેત્રે ઈજ્જત-આબરૂમાં વધારો થતો જોવા મળે. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે. તબિયત અંગે કાળજી રાખવી જરૂરી બને. જમીન-મકાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશો. વડીલ વર્ગ સાથે બોલાચાલી ટાળવી. તા. ૧૮ થી ર૧ કાર્યબોજ વધે. તા. રર થી ર૪ માન-સન્માન મળે.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે મિશ્ર ફળદાયી સમય સાથે લવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન શત્રુ વિરોધીઓ હાવિ થતાં આપને નુક્સાન થતાં આપને નુક્સાન થવાની સંભાવના જણાય છે. સચેત તથા સતર્ક રહેવાની સલાહ છે. નોકરિયાત વર્ગે કાર્યાલયમાં પોતાના સહકર્મચારી કે ઉપરી અધિકારી સાથે સંભાળપૂર્વકનું વલણ અપનાવું. આર્થિક દૃષ્ટિએ આપ સક્ષમ અને સુદૃઢ બની શકશો. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકશો. રોકાયેલા નાણા પરત મળતા રાહત અનુભવાય. તા. ૧૮ થી ર૧ નબળી. તા. રર થી ર૪ સફળતાદાયક.

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે નાણાભીડ સાથે લાવતું સપ્તા શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની નાણાકીય સ્થિતિ કથળતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આપનું માસિક બજેટ હાલક-ડોલક થતું જણાય. બિનજરૂરી ખર્ચ ટાળવા. આરોગ્ય બાબતે રોગો-તકલીફોમાંથી મુક્તિ મળતા રાહત અનુભવશો. સાંસારિક જીવનમાં પરિવારજનોનો સાથ-સકાર પ્રાપ્ત થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. શત્રુ વિરોધીઓથી સાવધાની રાખવી. તા. ૧૮ થી ર૧ સ્વાસ્થ્ય સુધરે. તા. રર થી ર૪ નાણાભીડ.

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે નવી પ્રવૃત્તિઓ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવી કાર્યરચના સાથે જોડાઈ શકો છો. વ્યાવસાયિક યોજનાઓનું અમલીકરણ થાય. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય સાનુકૂળ રહે. આર્થિક સ્થિતિ મધ્યમ રહે. જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકો માટે સમય શુભ જણાય છે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. ઘર-પરિવારમાં નાના-મોટા વાદ-વિવાદ થઈ શકે. સંતાના સ્વાસ્થ્ય બાબતે ચિંતા-પરેશાની રહ્યા કરે. તા. ૧૮ થી ર૧ નવીન કાર્ય થાય. તા. રર થી ર૪ મધ્યમ.

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે શાંતિપૂર્ણ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની માનસિક સ્થિતિ આનંદમય રહે. કાર્યબોજ હળવો થતો જણાય. સ્નેહીજનો સાથે સુખરૂપ પળો માણી શકવાનો અવસર પ્રાપ્ત થાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે સ્થિતિ મધ્યમ જણાય છે. ધાર્યો લાભ પ્રાપ્ત થવામાં નાની-મોટી અડચણો આવી શકે. આરોગ્ય સુનાકારી ઉત્તમ રહેવા પામે. શારીરિક તથા માનસિક સ્વસ્થતાનો અનુભવ થાય. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં વધારે મહેનતે ઓછું ફળ પ્રાપ્ત થતું જણાય. તા. ૧૮ થી ર૧ સુખદ. તા. રર થી ર૪ સામાન્ય.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે ભાગ્યબળ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન પુરુષાર્થ કરતા પ્રારબ્ધનું ફળ વધારે પ્રાપ્ત થતું જણાય. આકસ્મિક ધનલાભ થવાની શક્યતા નકારી ન શકાય. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં રૂચિ વધતી જણાય. વડીલોપાર્જિત મિલકત અંગેના વિવાદોનો સુખદ નિકાલ આવી શકે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને ઉચ્ચ હોદ્દો-પદ પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ-જવાબદારીઓ વધતી જણાય. તા. ૧૮ થી ર૧ શુભ. તા. રર થી ર૪ સામાન્ય.

Libra (તુલા: ર-ત)

તમારા માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ઘર-પરિવારના સદસ્યો સાથે મનમેળ સાધી શકશો. ભાઈ-ભાંડુની સહાય-સલાહ ઉપયોગી નિવડે. ગૃહસ્થજીવનનું વાતાવરણ પ્રફૂલ્લિત જણાય. સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાવી અનિવાર્ય બની રહે. માન-મરતબો મળી શકે. નાણાકીય સ્થિતિ થોડી નબળી પડતી જણાય. મર્યાદિત આવકની સાથે ખર્ચનું પ્રમાણ વધારે થતા આર્થિક ભીંસની અનુભૂતિ થાય. યાત્રા-પ્રવાસ સુખદ પૂરવાર થાય. તા. ૧૮ થી ર૧ સ્વાસ્થ્ય સાચવવું. તા. રર થી ર૪ સુખમય.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે ખર્ચ-ખરીદીના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ નાણા કમાવા કરતા ખર્ચ કરવાના આયોજનમાં વ્યસ્ત બનો. સ્નેહીજનો સાથે બગડેલા સંબંધો સુધરતા જણાય. ઘર-પરિવારમાં કોઈ શુભ કે માંગલિક પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. સામાજિક ક્ષેત્રે ઈર્ષ્યાળુ માણસોથી સાવધાન રહેવું પડે. કોર્ટ-કચેરીના કાર્યોમાં પીછેહઠ કરવી પડે. વિદ્યાર્થી વર્ગને શુભ ફળ પ્રાપ્ત થાય. આધ્યાત્મિક્તામાં વૃદ્ધિ થાય. તા. ૧૮ થી ર૧ મધ્યમ. તા. રર થી ર૪ ખર્ચાળ.

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે લાભદાયી સમય સાથે લાતવું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સારો એવો લાભ પ્રાપ્ત કરી શકશો. આપના પ્રયત્નોને બિરદાવવામાં આવે. આર્થિક પ્રગતિ સાધવાની ઈચ્છા ફળતી જણાય. આરોગ્ય બાબતે સમય નબળો રહે. પડવા-વાગવાથી સાચવવું. દાંપત્યજીવનમાં, સંબંધોમાં એકરૂપતા બની રહે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થાય. સામાજિક ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. મોજ-શોખ પાછળ ખર્ચ થાય. તા. ૧૮ થી ર૧ લાભદાયી. તા. રર થી ર૪ ખર્ચાળ.

Capricorn (મકર: ખ-જ)

આપના માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખી આપના કાર્યક્ષેત્રે આગળ વધશો. વ્યાવસાયિક ક્ષેત્રે સમય પરિવર્તનશીલ બની રહે, સાથોસાથ કામનું ભારણ તથા જવાબદારીઓ પણ વધતી જણાય. નાણાકીય સ્થિતિ નહીં નફો નહીં નુક્સાન સમાન બની રહે. ભૌતિક સુખ-સગવડના સાધનોની ખરીદી થાય. ગૃહસ્થજીવનનું વાતાવરણ સુખદાયક બની રહે. સ્વાસ્થ્ય બાબતે સંભાળ રાખવી. તા. ૧૮ થી ર૧ કાર્યબોજ. તા. રર થી ર૪ સામાન્ય.

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે મિલન-મુલાકાત કરાવનારૃં સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નવી વ્યક્તિ સાથેની મુલાકાત વ્યાપારિક સંબંધો મજબૂત કરી શકશો. યાત્રા-પ્રવાસ મજાનો, પણ સાથે સાથે ખર્ચાળ પૂરવાર થાય. નોકરી-ધંધામાં આપની બુદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં આપની ભાવનાઓ અને લાગણીઓ ઉપર કાબૂ રાખવો, દિલની જગ્યાએ દિમાગથી કામ લેશો તો સફળતા મેળવી શકશો. તા. ૧૮ થી ર૧ સારી. તા. રર થી ર૪ મિલન-મુલાકાત.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે ભાવનાત્મક સૂચક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ સ્નેહીજનો-પરિવારજનો સાથે સમય સુખરૂપ વિતાવી શકશો. સંબંધો ગાઢ બનતા જણાય. સાંસારિક જીવનની વિટંબણાઓમાંથી બહાર આવવાનો માર્ગ શોધી શકશો. નાણાકીય સ્થિતિ ડામાડોળ થતી જણાય. મોજ-શોખ પાછળ નાણાનો વ્યય થતો જણાય. જમીન-મકાન અંગેના વિવાદનો નિકાલ લાવી શકશો. સામાજિક-જાહેર જીવન સાથે સંકળાયેલા જાતકોને શત્રુઓથી સાચવવું. તા. ૧૮ થી ર૧ નાણાભીડ. તા. રર થી ર૪ સાનુકૂળ.

જાણો ૧૬ ઓગસ્ટ, શનિવાર અને શ્રાવણ વદ આઠમનું પંચાંગ

સુર્યોદય : ૬-૨૬ - સુર્યાસ્ત : ૭-૧૭

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ વદ-૦૮ :

તા. ૧૬-૦૮-ર૦૨૫, શુક્રવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૨,

મુસ્લિમ રોજઃ ૨૧, નક્ષત્રઃ કૃતિકા,

યોગઃ વૃદ્ધિ, કરણઃ બાલવ

આજના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં કૌટુંબિક-પારિવારિક બાબતે કોઈને કોઈ ચિંતા-પરેશાની રહ્યા કરે. સંયુક્ત માલ-મિલકતના પ્રશ્ને વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું. નોકરી-ધંધામાં ક્યારેક સાનુકૂળતા તો ક્યારેક પ્રતિકૂળતા રહે. આપે સમય-સંજોગો-પરિસ્થિતિ અનુસાર આગળ વધવું. વિદ્યાર્થીવર્ગે મિત્રવર્ગ સાથે હરવા-ફરવામાં અભ્યાસ બગડે નહીં તેનું ધ્યાન રાખવું.

બાળકની રાશિઃ મેષ ૧૧:૪૫ સુધી પછી વૃષભ

જાણો ૧૬ ઓગસ્ટ, શનિવાર અને શ્રાવણ વદ આઠમનું રાશિફળ

કર્ક રાશિના જાતકોને રાજકિય-સરકારી કામ અંગે મુલાકાત થઈ શકે. અન્ય બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવેે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કાર્યની સાથે પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમ જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૯

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આજની ચિંતા-પરેશાની ઓછી થાય. સિઝનલ ધંધામાં ઘરાકીથી આવક જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૮-૪

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. આવેશ-ઉશ્કેરાહટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૫

 

Cancer (કર્ક: ડ-હ)

રાજકિય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૩

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવે. કૌટુંબિક, પારિવારિક કામકાજ રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૭

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામ થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૯-૪

 

Libra (તુલા: ર-ત)

નોકરી-ધંધાના કામમાં પ્રતિકુળતા જણાય. રિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. વાહન ધીમે ચલાવવું.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૮

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. સિઝનલ ધંધામાં લાભ-ફાયદો થાય.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૨-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતા, અન્ય સહકર્મીનું કામ આવી જતા કાર્યભાર-દોડધામ વધે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૩-૯

 

Capricorn (મકર: ખ-જ)

આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત રહે. આપની ગણતરી-ધારણા મુજબ કામ થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૮-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપે તન-મન-ધનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં રૂકાવટથી મુશ્કેલી જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૧-૩

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને. ધંધામાં કોઈ નવી વાતચીત કે ઓર્ડર મળી રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૫

જાણો ૧૧ ઓગસ્ટ થી ૧૭ ઓગસ્ટ ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિફળ

મેષ સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં વેપારમાં વૃદ્ધિ થાય અને સ્વાસ્થ્ય સુધરે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન જાહેરજીવન-સામાજિક ક્ષેત્રે મિલન-મુલાકાતના પ્રસંગો બને. માન-સન્માનમાં વધારો થાય. આપના કાર્યો તથા પ્રયાસોને બિરદાવવામાં આવે. ધંધા-વ્યવસાય ક્ષેત્રે એકંદરે પરિસ્થિતિ સામાન્ય રહેવા પામે. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. કૌટુંબિક ક્ષેત્રે સ્નેહીજનો તરફથી સાથ-સહકાર પ્રાપ્ત કરી શકશો. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. શુભ સમાચાર પ્રાપ્ત થાય. તા. ૧૧ થી ૧૪ સામાજિક કાર્ય થાય. તા. ૧પ થી ૧૭ તડકાછાયા.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે નફા-નુક્સાનભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની નાણાકીય સ્થિતિ ઉતાર-ચઢાવભરી બની રહે. વ્યાપાર-વ્યવસાયમાં આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક સ્થિતિ મધ્યમ બની રહે. પારિવારિક ક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ બની રહે. વડીલ વર્ગ, માતા-પિતા, સ્નેહીજનોના સ્વાસ્થ્ય બાબતે ખર્ચ રહે. સામાજિક તથા જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલ જાતકો માટે કાર્યપ્રગતિ થાય. મહત્ત્વના કાર્યોમાં સમય સફળતાદાયક બની રહે. યાત્રા-પ્રવાસ યોજાય. તા. ૧૧ થી ૧૪ મધ્યમ. તા. ૧પ થી ૧૭ ખર્ચાળ.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે સંયમપૂર્વક આગળ વધવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન તમારે પરિસ્થિતિને વશ રહેવું પડે. સામાજિક તથા જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું સલાહભર્યું રહે. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે નાણાભીડમાંથી બહાર આવવાનો માર્ગ મળે. ઉન્નતિના માર્ગો ખૂલતા જણાય. સ્વાસ્થ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે કલેશભર્યું વાતાવરણ બની શકે છે. ધીરજ તથા સંયમથી કામ લેશો તો ફાયદામાં રહેશો. તા. ૧૧ થી ૧૪ નાણાભીડ દૂર થાય. તા. ૧પ થી ૧૭ વિવાદ ટાળવા.

 

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે વ્યસ્તતાસભર સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન જાહેરજીવન-સામાજિક ક્ષેત્રે આપ સક્રિય બનતા જણાવ. નાણાકીય સ્થિતિ સમતોલ રહે. મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ વ્યર્થ ખર્ચ કરવા આપ આકર્ષાઈ શકો છો. દાંપત્યજીવનમાં કલેશ-કલહનું વાતાવરણ ન સર્જાય તેની તકેદારી રાખવી આવશ્યક જણાય છે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. વ્યાપાર-ધંધામાં આપે કરેલ મહેનતનું યોગ્ય વળતર મેળવી શકશો. મિત્રોથી લાભ થાય. તા. ૧૧ થી ૧૪ મિલન-મુલાકાત. તા. ૧પ થી ર૭ વ્યસ્તતા.

 

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે યાત્રા-પ્રવાસ કરાવનારો સમય શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાની-મોટી મુસાફરી-પ્રવાસ અંગે અનુકૂળતા રહે. ચિંતા-પરેશાનીનો ભાર હળવો થતો જણાય. વેપાર-ધંધા-રોજગાર ક્ષેત્રેનું સાહસ કે નવી ખરીદી થઈ શકે. આર્થિક ક્ષેત્રે મહત્ત્વના ફેરફારો શક્ય બને. સ્વાસ્થ્ય બાબતે સંભાળ રાખવી જરૂરી બને. આહાર-વિહારમાં તકેદારી રાખવી ઈચ્છનિય બની રહેશે. જમીન-મકાન-મિલકત અંગેના પ્રશ્નો ગુંચવાઈ શકે. સમાધાનકારી વલણ અપનાવવું પડે. તા. ૧૧ થી ૧૪ પ્રવાસ. તા. ૧પ થી ૧૭ સ્વાસ્થ્ય સાચવવું.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આર્થિક ક્ષેત્રે સુખદ ફેરફાર જોવા મળી શકે છે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં ઓચિંતો લાભ થઈ શકે. મહેનતનું મીઠું ફળ મળતા આપના ઉત્સાહમાં વધારો થાય. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હળવા થાય. ગૃહસ્થજીવનનું વાતાવરણ ડહોળાઈ શકે છે. ક્ષમા કરવાની ભાવના રાખશો તો મહદ્અંશે ફાયદામાં રહેશો. ધાર્મિક-માંગલિક કાર્યોમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. તા. ૧૧ થી ૧૪ લાભદાયી. તા. ૧પ થી ૧૭ વિવાદ ટાળવા.

 

Libra (તુલા: ર-ત)

તમારા માટે નવી તકોનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ભાગ્યદેવ રીઝતા જણાય. વ્યાવસાયિક ક્ષેત્રે ઉન્નતિના માર્ગ ખૂલતા જણાય. વ્યાપારી વર્ગ માટે ખરીદીનો શ્રેષ્ઠ સમય કહી શકાય. પારિવારિક ક્ષેત્રે મતભેદ કે મનદુઃખ હશે તો તેનું નિરાકરણ લાવી શકશો. સામાજિક ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી ચેતતા રહેજો. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ ખાસ સાચવવું. આરોગ્ય સુખાકારી સારી રહેવા પામે. યાત્રા-પ્રવાસ આનંદદાયી બની રહે. તા. ૧૧ થી ૧૪ શુભ ફળદાયી. તા. ૧પ થી ૧૭ સામાન્ય.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે વ્યાપાર-ધંધામાં નિર્ણય લેવામાં તકેદારી દાખવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાવસાયિક ક્ષેત્રે નોંધપાત્ર ઉથલ-પાથલ થઈ શકે છે. કૌટુંબિક ક્ષેત્રે માતા-પિતા, વડીલ વર્ગ સાથે બગડેલા સંબંધો સુધરતા જણાય. દાંપત્યજીવનમાં મધુરતા-એકરસતા જોવા મળે. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નુક્સાનકારક સાબિત થઈ શકે. નોકરિયાત વર્ગે કામકાજમાં સંભાળવું. યાત્રા-પ્રવાસનું આયોજન સફળ થાય. તા. ૧૧ થી ૧૪ આરોગ્ય સુધરે. તા. ૧પ થી ૧૭ સંભાળવું.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે સ્વાસ્થ્ય સુધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જુના રોગોમાંથી મુક્તિ મળતા શારીરિક તથા માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશો. વ્યાપાર-વ્ય્વસાય ક્ષેત્રે ધારેલ લાભ મેળવવા માટે યોગ્ય સમયની રાહ જોવી પડે. વ્યાપારી વર્ગે હાલ મોટું આર્થિક રોકાણ ટાળવું. દાંપત્યજીવનમાં વાતાવરણ એકંદરે શાંતિમય બની રહે. એકબીજાનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થી વર્ગને નવી રાહ-નવી દિશા મળી રહે. વડીલ વર્ગ સાથે બોલાચાલી ટાળવી. તા. ૧૧ થી ૧૪ મિશ્ર. તા. ૧પ થી ૧૭ આરોગ્ય સુધરે.

 

Capricorn (મકર: ખ-જ)

આપના માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને માનસિક બેચેનીનો અનુભવ થતો જણાય. પરિસ્થિતિ વિકટ બનતી જણાય. નજીકના સ્નેહીજનો સાથે બોલચાલી કે ઘર્ષણ થઈ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. આકસ્મિક ધનલાભની પૂર્ણ શક્યતા જણાય. વ્યાપારી વર્ગ માટે નવી ખરીદી આ સમયમાં શક્ય બને. સ્વાસ્થ્ય નરમ-ગરમ જણાય. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં રૂચિ વધતી જણાય. શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. તા. ૧૧ થી ૧૪ લાભદાયી. તા. ૧પ થી ૧૭ વાદ-વિવાદ ટાળવા.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે આર્થિક પરિસ્થિતિ સુધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આવકના નવા સ્ત્રોતો ખૂલતા જણાય. આકસ્મિક ધનલાભની પણ શક્યતા જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેતું જણાય. આહાર-વિહારમાં સાવધાની રાખવી હિતાવહ રહેશે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ હાવિ થતા જણાય. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની ઈચ્છા ફળીભૂત થઈ શકે. વ્યાપાર-ધંધામાં વિકાસ-તેજી જોવા મળે. કૌટુંબિક વાતાવરણ વિવાદભર્યું બની શકે છે. તા. ૧૧ થી ૧૪ સંભાળવું. તા. ૧પ થી ૧૭ ધનલાભ.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની પરિસ્થિતિમાં ચડાવ-ઉતારનો અનુભવ થાય. વ્યાવસાયિક ક્ષેત્રે સારો એવો લાભ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ નવો ઓર્ડર-ટેન્ડર મળી શકે તેમ જણાય છે. ધાર્યો લાભ મેળવવાની આશા ફળીભૂત થતી જણાય. કૌટુંબિક ક્ષેત્રે નજીકના સંબંધોમાં તિરાડ ઊભી ન થાય તે જો જો. સામાજિક ક્ષેત્રે કોઈ શુભ કાર્યમાં સહભાગી થઈ શકો છો. સંતાન અંગે ચિંતા દૂર થતી જણાય. તા. ૧૧ થી ૧૪ વાદ-વિવાદ. તા. ૧પ થી ૧૭ લાભદાયી.

close
Ank Bandh