Advertisement
Author: નોબત સમાચાર

મોટી ખાવડીમાં ભાડેથી રહેતા પરપ્રાંતીય શ્રમિકે મકાન માલિકના ચોર્યા અઢી લાખ

રોકડ રાખેલો સ્ટીલનો ડબ્બો ઉઠાવી ગયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના મોટી ખાવડી ગામમાં એક મકાનમાં ભાડેથી રહેવા આવેલા બિહારના શખ્સે મકાન માલિકના એક ઓરડામાં ઘૂસી જઈ અંદરથી સ્ટીલનો ડબ્બો ઉઠાવી લીધો હતો. તે ડબ્બામાં રાખવામાં આવેલી રૂ. અઢી લાખની રોકડ તફડાવી પરપ્રાંતીય પલાયન થઈ ગયો છે. પોલીસમાં તેની ફરિયાદ કરાઈ છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં આંબાવાડી વિસ્તારમાં ગણેશ મંદિર પાસે રહેતા મૂળ ભાવનગર જિલ્લાના ચિત્રાવાવ ગામના પ્રકાશસિંહ બેસુભા ગોહિલ નામના આસામીના મકાનમાં મૂળ બિહારના મુઝઝફરપુર જિલ્લાના વતની સનોજકુમાર જગતનાથ મહંતોએ ચોરી કર્યાની મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

ફરિયાદમાં જણાવાયા મુજબ પ્રકાશસિંહના મકાનમાં એક રૂમમાં સનોજકુમાર ભાડેથી રહેવા આવ્યો હતો. તે દરમિયાન મંગળવારે બપોરે દોઢ વાગ્યાથી અઢી વાગ્યા દરમિયાન સનોજકુમારે જયારે પ્રકાશસિંહ ઘરમાં ન હતા ત્યારે તેમના એક ઓરડામાં પ્રવેશ કરી સ્ટીલનો ડબ્બો ચોરી કરી લીધો હતો. તે ડબ્બામાં રાખવામાં આવેલા રૂ.અઢી લાખ રોકડા તફડાવી લઈ સનોજકુમારે પોબારા ભણી લીધા હતા. તેની જાણ થતાં પ્રકાશસિંહે ફરિયાદ કરી છે. પીઆઈ પી.ટી. જયસ્વાલે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh