Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેગા ઓપરેશન ડિમોલીશનનો બીજો દિવસઃ
જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી ઓપરેશન ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રંગમતિ નદીના પટમાં લાલપુર બાયપાસ પાસે અનઅધિકૃત બાંધકામો દૂર કર્યા પછી આજે નવનાલા અને અન્નપૂર્ણ ચોકડી પાસેના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતાં અને ૬૬ હજાર ફૂટ જગ્યા ખાલી કરાવાઈ હતી, જેમાં એક શખ્સ દ્વારા વાવેતર કરી ખેતી કામ કરવામાં આવતું હતું, જે જગ્યા પણ ખાલી કરાવાઈ હતી. આ માટે જેસીબી-હીટાચી, ટ્રેક્ટર સહિતની સાધનસામગ્રી ઉપરાંત મહાનગરપાલિકાનો વિશાળ સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો. સાથે જ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો અને બપોર સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial