Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રવિ માર્કેટીંગ સીઝન-અંતર્ગત
જામનગર તા. ૨૪: ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ટેકાના ભાવે ઘઉં રૂ. ૨,૪૨૫/- પ્રતિ ક્વિ. જાહેર કરવામાં આવ્યા છે, જેના પર રાજ્યસરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦/- પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે.
ખેડૂતોને તેઓના ઉત્પાદનનાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્યસરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, મારફત કરવામાં આવી રહી છે. ઘઉંની પ્રાપ્તિની સમયમર્યાદા તા. ૩૧-૦૫-૨૦૨૫ સુધી નિયત કરેલી છે. રાજ્યસરકાર તરફથી ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦/- પ્રતિ ક્વિન્ટલ બોનસ પેટે વધારાના ચુકવવામાં આવશે. જેનો ખેડૂતોને લાભ લેવા જિલ્લા મેનેજર ગ્રેડ-૧ અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial