ચિરવિદાય

જામનગર : કરશનદાસ લાલજી રાબડીયા (ઉ.વ.૯૩) નું તા. ૧ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૪ ના શુક્રવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ, રણજીતનગર, લોબી નં.૧, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.

જામનગર નિવાસી મો.કાસીમ અબ્દુલ કાદીર અલ્વારે, તે ડો. વસીમ , ઈમરાન, ઈરફાન, શાહીન ના પિતાનું તા. ૩૦ જૂનના અવસાન થયું છે. સદ્ગતનું બેસણુ તા. ૩ ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ ગીતામંદિર, મહાવીર સોસાયટી, જામનગરમાં રાખેલ છે.

જામનગર : ગં.સ્વ. હંસાબેન (ઉ.વ.૮૩) તે સ્વ. નવનીતરાય કેશવલાલ મહેતાના પત્ની, સ્વ. દુર્લબજી રૂપચંદ ગાંધી (રાજકોટ)ના પુત્રી, સ્વ.ઈચ્છાબેન તથા કેશવલાલ અમુલખ મહેતા(જામનગર) ના પુત્રવધૂ, ઉત્પલ (દમણ), દેવ્યાન્શુ, તેમજ દર્પણ (જામનગર)ના માતા, નેહાબેન, અલ્કાબેન, રૂપલબેનના સાસુ તથા મીત, ચાર્મી, જુગલ અને હર્ષલના દાદીનું તા. ૨ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણુ તા. ૪ ને શુક્રવાર સવારે ૯ વાગ્યે તેજપ્રકાશ સોસાયટી ઉપાશ્રય, જામનગરમાં રાખેલ છે.

જામનગર : રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ. દલપતરામ ઈશ્વરલાલ જોશીના પુત્ર જીતુભાઈ (ચિનાભાઈ) (ઉ.વ.૫૪) તે વર્ષાબેનના પતિ, નિકુંજ, અંકિતના પિતા, રાજેશભાઈ, વંદનાબેન અશોકભાઈ ઠાકર, દિપકભાઈ, પરેશભાઈ જોશીના ભાઈનું તા. ૧ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૩ ને ગુરૂવારે સાંજે ૫:૩૦ થી ૬ દરમ્યાન રાજ્યપુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રાજગોર ફળી, શેરી નં.૧, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.

close
Ank Bandh