Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે જુદા જુદા છ ગુન્હામાં કરી હતી ધરપકડઃ
ખંભાળિયા તા.ર૪ : ખંભાળિયામાંથી થોડા સમય પહેલાં પોલીસે એક નકલી સરકારી અધિકારીને પકડી પાડ્યા પછી તેની જુદા જુદા છ ગુન્હામાં ધરપકડ કરાઈ હતી. જેલહવાલે થયેલા આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી ગ્રાહ્ય રહી છે.
ખંભાળિયા શહેરમાંથી થોડા સમય પહેલાં લાલ લાઈટવાળી એક ખાનગી કાર નીકળતા પેટ્રોલિંગમાં રહેલી ટ્રાફિક શાખાના સ્ટાફે તેને રોકાવી નંબર પ્લેટ જોતા તેમાં અધિક કલેક્ટર લખેલુ જોવા મળ્યું હતું.
તે મોટર અંગે તપાસ કરાતા ખંભાળિયાનો જીલ ભરતભાઈ પંચમતીયા નામનો શખ્સ અને તેની ધર્મની બહેન મળી આવ્યા હતા. જીલ ખોટી સરકારી અધિકારી તરીકેની નંબર પ્લેટ તથા આઈકાર્ડનો ઉપયોગ કરી છેતરપિંડી કરતો હોવાનું જે તે વખતે બહાર આવ્યું હતું. પોલીસે જુદા જુદા છ ગુન્હામાં તેની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી તેને રૂ.સવા લાખના જામીન પર છોડવાનો હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial