Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઠેબા બાયપાસ તથા મોટા વડાળામાંથી નવ પત્તાપ્રેમી મળી આવ્યાઃ
જામનગર તા. ૨૮: જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગંજીપાનાથી જુગાર રમતા એક મહિલા સહિત ચાર ઝડપાયા છે. લાલપુરના પીપરટોડામાંથી પણ એક મહિલા સહિત પાંચ વ્યક્તિ તીનપત્તી રમતા મળી આવ્યા છે. ઠેબા બાયપાસ પાસેથી પાંચ પત્તાપ્રેમી, કાલાવડના રણુજા રોડ તેમજ મોટા વડાળામાંથી પોલીસે અગિયાર પત્તાપ્રેમીની અટકાયત કરી છે.
જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા ઠેબા ગામ નજીક એક ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફને મળતા પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી ગઈકાલે બપોરે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં ગંજીપાના વડે જુગાર રમતા સાગર દયાળજીભાઈ નકુમ, લાલજી બાબુભાઈ કછેટીયા, રોહિત હસમુખભાઈ કછેટીયા, રજનીકાંત જયંતીલાલ નકુમ, જગદીશભાઈ નાનજીભાઈ કછેટીયા નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૨૧૦૦ રોકડા કબજે કરી તમામ સામે જુગારધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના બેડેશ્વર નજીક ગરીબનગર પાણાખાણમાં ગઈકાલે રાત્રે ગંજીપાના કૂટતા સલીમ કરીમ જેડા, ઓસમાણ જાનમામદ સફીયા, રફીક સલીમ બુચડ તથા શેરબાનુ લાખાભાઈ કટા નામના ચાર વ્યક્તિને સિટી બી ડિવિઝનના સ્ટાફે પકડી લઈ રૂ.૪૨૫૦ ઝબ્બે લીધા છે.
જામનગર-કાલાવડ રોડ પર આવેલા કાલાવડ નજીકના રણુજા રોડ પર સાતણનાનેસ પાછળ ગઈકાલે સાંજે તીનપત્તી રમતા મહેશ મનુભાઈ કપુરીયા, કાનજીભાઈ દેવરાજભાઈ અકબરી, જીતુભાઈ ભાયાભાઈ માટીયા, જયદીપ કાંતિભાઈ લુણાગરીયા, હરસુખ નારણભાઈ કોઠીયા, હાર્દિક વિનોદભાઈ ખખ્ખર, રાજેશ મગનભાઈ વોરા નામના સાત શખ્સ મળી આવ્યા હતા. કાલાવડ પોલીસે પટમાંથી રૂ.૧૨૮૫૦ રોકડા કબજે કરી આગળની કાર્યવાહી કરી છે.
કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં ગ્રામીણ બેંક ચોકમાં ગઈરાત્રે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા અસરફ હુસેન મુલતાની, કિશન દિલીપભાઈ બોરીચા, આરીફ નુરમામદ મોગલ, અજય પ્રવીણભાઈ હિરાણી નામના ચાર શખ્સને પોલીસે પકડી લઈ રૂ.૧૦૧૨૦ ઝબ્બે લીધા છે.
લાલપુર તાલુકાના પીપરટોડા ગામના વાડી વિસ્તારમાં બાવળની ઝાળીઓમાં ગઈકાલે સાંજે ગંજીપાના વડે જુગાર રમી પૈસાની હારજીત કરતા દિવ્યરાજસિંહ ઈન્દ્રસિંહ જાડેજા, પંકજસિંહ નરૂભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ રઘુભા જાડેજા, રણછોડભાઈ ગોરધનભાઈ વૈષ્ણવ તથા કાજલબેન મનુભાઈ માલદે નામના પાંચ વ્યક્તિને પોલીસે પકડી લઈ રૂ.૧૮૦૪૦ ઝબ્બે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial