Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનકવાસી જૈન-મોટા સંઘ દ્વારા
જામનગર તા. ૨૮: જામનગરમાં બિરાજતા બા.બ્ર.પ.પૂ. કેશવજી મુની મહારાજ સાહેબ આદી ઠાણાઓ અસીમ કૃપા વરસાવતા, તથા સ્થાનકવાસી જૈન મોટા સંઘ, ચાંદીબજાર, જામનગરના આંગણે શ્રી ગોંડલ સંપ્રદાયના "જશ" પરિવારના સ્વ. ગુરૂદેવ પૂ. શ્રી પ્રેમમુનીજી મા.સા. ના શિષ્ય રત્ન, ચારિત્રનિષ્ઠ, અનંત ઉપકારી ગુરૂદેવ બા.બ્ર.પ.પૂ. રાજેશમુનીજી મા.સા. ના શિષ્ય પ.પૂ. હર્ષમુનીજી મા.સા. તથા પ.પૂ.બા.બ્ર. રત્નેશમુનીજી મા.સા. આદી ઠાણા-૨ ચાતુર્માસ માટે શ્રી જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, વારીઆના ડેલામાં પધાર્યા છે અને ચાતુર્માસ દરમ્યાન અનંતી કૃપા વરસાવશે.
પ.પૂ. હર્ષમુની મા.સા. તથા પ.પૂ.બા.બ્ર. રત્નેશમુની મા.સા. ના ચાતુર્માસ પધારતાં શ્રાવક-શ્રાવિકાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. અને તા. ૨૯-૬-૨૦૨૫ થી ધર્મમય વાતાવરણમાં દરરોજ સવાર થી રાત્રી સુધી ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ સ્થાનકવાસી જૈન સમાજના અગ્રેસર દાતા પરિવાર જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ, હઃ સંઘમાતા હેમલતાબા તરફથી પાંચ, ચાર અને ત્રણ સામાયિકનું એકાસણા તથા દયાવ્રતનું આયોજન, સધર્મિક ભક્તિ (ભોજન) તેમજ ચાતુર્માસ દરમ્યાન બે વખત નીચે દર્શાવેલ તારીખો મુજબ ૧૦-૧૦ દિવસીય "સાધર્મિક ભક્તિ મહોત્સવ" નું આયોજન કરી અનાજ-ઘી-તેલ વગેરેની કિટ. મસાલા-ઘી-તેલનું વિતરણ કરવામાં આવશે. તેથી આ ચતુર્માસ દરમ્યાન વધુ ને વધુ શ્રાવક-શ્રાવિકા ભાઈ બહેનો ધર્મ આરાધનામાં જોડાઈને ભવિષ્યને ઉજ્જવળ બનાવે તેવી સંઘની અને દાતા પરિવારની ઉત્કૃષ્ટ ભાવના છે. પ.પૂ.મા.સા. ના વ્યાખ્યાન વાણીનો લાભ લેવાનો અમૂલ્ય અવસર આવી રહ્યો છે. તેનો સર્વેએ લાભ લેવા અનુરોધ કરાયો છે.
ચાતુર્માસ દરમ્યાન ધાર્મિક આરાધના મહોત્સવ તા. ૨૯-૬-૨૫ થી તા. ૫-૧૧-૨૫
સવારે ૮ થી ૮:૩૦ સુધીમાં પ્રવેશ લઈ બપોરે ૧૨ થી ૧૨:૩૦ સુધીમાં પાંચ-ચાર અને ત્રણ સામાયિકનું આયોજન કરવામાં આવેલ છે તેમાં પ્રાર્થના : સવારે ૮ થી ૮:૩૦, વ્યાખ્યાન : સવારે ૯:૧૫ થી ૧૦:૧૫, વાંચણી : સવારે ૧૦ થી ૧૧, લેખન : સવારે ૧૧ થી ૧૩, શિબિર : બપોરે ૩:૩૦ થી ૫:૧૫ (થોકડા-આગમનું જ્ઞાન), પ્રતિક્રમણ : સાંજે ૭:૧૫ થી ૮:૧૫ (સૂર્યાસ્ત મુજબ ફેરફાર) અને પ્રશ્નોત્તરી : સાંજે ૮:૩૦ થી ૯:૩૦ (જ્ઞાન-ધ્યાન) વાગ્યે થશે.
બપોરની શિબિરમાં ભાઈઓ, બહેનો અને બાળકો ૧૦ થી ૫૦ વર્ષ સુધીની ઉંમરના કે જેઓને થોકડા લખવામાં અને જ્ઞાન મેળવવામાં ઋચિ ધરાવતા હોય તેઓએ અવશ્ય લાભ લેવા જણાવાયુ છે. તા. ૨૯-૬-૨૫ થી તા. ૫-૧૧-૨૫ ચાતુર્માસ દરમ્યાન જે.એસ.એસ. ગુરૂદેવની નિશ્રામાં ચાંદીબજાર ઉપાશ્રયે રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial