Advertisement
Author: નોબત સમાચાર

પી.એન. માર્ગ પર પુરપાટ ઝડપે દોડી રહેલા ટ્રકની મોટરને ટક્કરઃ ટ્રાફિકજામ

આ રોડ પર ભારે વાહન ઘૂસ્યું કઈ રીતે?

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરના ડીકેવી કોલેજ વિસ્તારથી આગળ સેન્ટ આન્સ સ્કૂલ નજીક આજે સવારે એક ટ્રક આગળ જતી મોટર સાથે ટકરાઈ પડતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

જામનગરમાં સતત ટ્રાફિકથી ધમધમતા પંડિત નહેરૂ માર્ગ પર આવેલી ડીકેવી કોલેજ માર્ગ પર આવેલી સેન્ટ આન્સ શાળા પાસે આજે સવારે એક ટ્રક આગળ જતી સ્વીફટ મોટરના ઠાઠામાં ઘૂસી ગયો હતો.

સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ અકસ્માત પછી ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ વિસ્તારમાં ભારે વાહન દિવસના સમયે પસાર કરવા સામે જાહેરનામુ હોવા છતાં આ ટ્રક કઈ રીતે ત્યાં પહોંચ્યો તે તપાસનો વિષય છે. આ રીતે અવારનવાર ઉપરોક્ત માર્ગ પર દોડતા ભારે વાહનો અકસ્માતો સર્જી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh