Advertisement
Author: નોબત સમાચાર

સ્ત્રી મિત્ર સાથે ચોકલેટ ખાતા અગ્રણીને સીસીટીવી ફૂટેજથી બ્લેકમેઈલ કરી બે શખ્સે પડાવ્યા અડધો લાખ

ક્યાંકથી જૂનો વીડિયો મેળવી વધુ રૂપિયા એક લાખની કરાઈ માગણીઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૨૮: જામનગરના મેમણ જમાતના એક અગ્રણી થોડા દિવસ પહેલાં પોતાના સ્ત્રી મિત્ર સાથે એક દુકાનમાં સૂકો મેવો ખરીદવા ગયા હતા જ્યાં આ બંને વ્યક્તિએ ચોકલેટ ખાધી હતી. તે ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગયા પછી દુકાનદાર તથા એક અન્ય શખ્સે બદનામીનો ડર બતાવી આ અગ્રણી પાસેથી રૂ.પ૦ હજાર પડાવી લીધા હતા. તે પછી વધુ દાઢ ડળકતા આ શખ્સોએ ક્યાંકથી જૂનો વીડિયો મેળવી લઈ ફરીથી રૂ.૧ લાખ પડાવવાનો કારસો કરતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. અગ્રણીએ બ્લેકમેઈલ કરી બળજબરીથી પૈસા કઢાવવા અંગે ગુન્હો નોંધી પોલીસે બંને શખ્સની શોધ હાથ ધરી છે.

જામનગરના મેમણ સમાજના અગ્રણી ફારૂકભાઈ કાદરભાઈ ઉર્ફે રાજુભાઈ મેમણ (ઉ.વ.પ૯)એ સુભાષ શાક માર્કેટ નજીક દુકાન ચલાવતા અને કાલાવડ નાકા બહાર મકવાણા સોસાયટીમાં રહેતા અબ્દુલસતાર કાસર લાખાણી તથા સમીર રાવકરડા સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદનક્ષી કર્યાની તેમજ બ્લેકમેઈલ કર્યાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ગઈ તા.૧૦ની સાંજે રાજુભાઈ મેમણ પોતાના એક સ્ત્રી મિત્ર સાથે અબ્દુલસતાર ઉર્ફે અબુ લાખાણીની દુકાને ડ્રાયફ્રૂટ ખરીદવા માટે ગયા હતા જ્યાં તેઓએ ચોકલેટ પણ ખરીદ્યા પછી તેઓએ પોતાના સ્ત્રી મિત્રને તે ચોકલેટ ખવડાવી હતી. એકબીજા ચોકલેટ ખાતા હોય તેવું રેકોર્ડિંગ અબ્દુલસતારની દુકાનના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયું હતું. ત્યારપછી આ રેકોર્ડિંગ મોબાઈલમાં લઈ રાજુભાઈ ઉર્ફે ફારૂકભાઈ મેમણને બતાવી ડરાવી-ધમકાવી અબ્દુલસતાર તથા સમીર સંધીએ રૂ.૫૦ હજાર પડાવ્યા હતા.

ત્યારપછી ફરીથી બીજો જૂનો વીડિયો મોબાઈલ ફોનમાં કોઈ રીતે મેળવી લઈ આ શખ્સોએ રાજુભાઈ ઉર્ફે ફારૂકભાઈ મેમણને બતાવી રૂ.૧ લાખ કઢાવવાની કોશિશ કરી હતી પરંતુ રાજુભાઈએ પૈસા આપવાની ના પાડતા આ શખ્સોએ તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખ્યો હતો અને સમાજમાં બદનક્ષી કરી હતી.

ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે બીએનએસની કલમ ૩૦૮ (ર) (૪), ૩૫૬ (ર), ૩૫૨ તેમજ ૩ (પ) હેઠળ ગુન્હો નોંધી બ્લેકમેઈલ કરી બળજબરીથી પૈસા કઢાવવા અને પૈસા કઢાવવાનો સમાન ઈરાદો રાખવા બદલ અબ્દુલસતાર લાખાણી તથા સમીર રાવકરડાની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh