Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયાઃ પાંચ સરકારી શાળાઓના સંયુક્ત ઉપક્રમે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત-સાંસ્કૃતિક કૃતિઓઃ

                                                                                                                                                                                                      

ભાટીયામાં આવેલી પાંચ સરકારી પ્રાથમિક શાળાઓના સંયુક્ત આયોજન હેઠળ ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કૃષ્ણનગર પ્રાથમિક શાળામાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય અરવિંદભાઈ આંબલીયા, તાલુકા પંચાયત સભ્ય વિજયભાઈ પરમાર, જેરામભાઈ નકુમ, ગામના સરપંચ સવિતાબેન માતંગ, આલાભા માતંગ, પંચાયતના સભ્યો, જિ.પ્રા.શિ.સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, પીડબલ્યુડી વિભાગના નાયબ ઈજનેર પ્રવીણભાઈ પરમાર તથા સામાજિક કાર્યકર જુસબભાઈ ખીરા ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિ અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ લગારીયા, પ્રવિણભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ કૃષ્ણનગર પ્રાથમિક શાળાના આચાર્ય રામસીભાઈ ચાડવા દ્વારા કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh