Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લાના વંચિત રહી ગયેલા ખેડૂતોને કોંગ્રેસનો સંપર્ક કરવા અનુરોધ
ખંભાળિયા તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયા જણાવે છે કે, ગુજરાતમાં ઓક્ટોબર ૨૦૨૫ માં જે કમોસમી વરસાદ પડ્યો અને ત્યારબાદ રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું એને સાડા ત્રણ મહિનાનો સમય વીતી જવા છતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૮૦૦ થી વધારે ખેડૂતો એવા છે કે જેને આજની તારીખમાં એકપણ રૂપિયો સહાય પેકેજનો મળ્યો નથી આ તમામ ખેડૂતો પાસે સરકાર દ્વારા જે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા અમલમાં મૂકી હતી તે ઓનલાઈન અરજી કરેલ છે તેમ છતાં ૧૮૦૦ ખેડૂતોને સહાય પકેજ મળેલ નથી આ ઉપરાંત અનેક ખેડૂતોને સહાયનો પહેલો હપ્તો આવ્યો છે તો બીજો હપ્તો મળ્યો નથી તો અનેક ખેડૂતો એવા છે કે જેને બીજો હપ્તો મળી ગયો પણ પહેલો હપ્તો આજે પણ મળ્યો નથી
એવી જ રીતે રાજ્ય સરકારે જ્યારે ટેકાના ભાવે મગફળી સોયાબીન વગેરે ખરીફ સિઝન માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી હતી ત્યારે રાજ્યના કૃષિમંત્રીએ કહૃાું હતું કે **ખેડૂતો મગફળી વેચશે એટલે એમને ૭ દિવસમાં પેમેન્ટ મળી જશે* પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૫૦૦૦ થી વધારે ખેડૂતો એવા છે કે જેઓએ મગફળી ટેકાના ભાવે આપી અને તેનું બિલ જનરેટ થઈ ગયું એને ૩૦ દિવસથી ૯૨ દિવસ થયા પણ હજુ સુધી તેમને ટેકાના ભાવે વેચેલ મગફળીના રૂપિયા હજુ સુધી મળ્યા નથી ખેડૂતો આજે ટેકાના ભાવે મગફળી વેચી અને પસ્તાઈ રહયા છે સરકારે તેમની સાથે છેતરપિંડી કરી હોય તેવો અનુભવ કરી રહયા છે કેમ કે ખેડૂતો ૭ દિવસમાં રૂપિયા આવી જશે અને એ રૂપિયા ક્યાંક સામાજિક પ્રસંગોમાં કામ આવશે, ઉધાર ખરીદેલ દવા ખાતર બિયારણ વાળા વેપારીઓને આપવા કામ આવશે એ આશયથી ૧૪૫૧ ના ટેકાના ભાવે મગફળી વહેલી આપી દીધી અને સરકારે રૂપિયા ત્રણ મહિના સુધી ન આપ્યા અને એની સામે આજે મગફળી ખુલ્લા બજારમાં ૧૬૦૦ - ૧૭૦૦ રૂપિયાના ભાવે વેચાય છે.
આ બાબતે સૌ પહેલા દ્વારકા જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી, ત્યારબાદ ખરીદી કરતી એજન્સી ઇન્ડિ એગ્રોને રજુઆત કરી હતી તેમ છતાં નિરાકરણ ન આવતા ગુજરાતના દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિની ટિમ અને ગુજરાતના ખેડૂત આગેવાનોને સાથે રાખી રાજ્યના ખેતી નિયામકને રજૂઆત કરી હતી ત્યારે રાજ્યના ખેતી નિયામક દૂધમાંથી પોરા કાઢતા હોય તેમ લુલો બચાવ કરતા કહૃાું હતું કે *ખેડૂતોના ડોક્યુમેન્ટ ક્યાંક મેચ ન થતા હોય એના કારણે બાકી છે અમે ખરીદ એજન્સીઓને કહીશું કે બાકી રહેલા ખેડૂતોને ફોન કરી જાણ કરે કે કયા કયા ડોક્યુમેન્ટના કારણે એમનું પેમેન્ટ અટકેલું છે**
આ સંદર્ભે પાલ આંબલિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને સંદેશો આપ્યો છે કે જે જે ખેડૂતોને ટેકાના ભાવે વેચેલ મગફળીના રૂપિયા હજુ ન આવ્યા હોય તો દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ ઓફિસનો મોબાઈલ નંબર ૯૭૩૭૩૮૧૬૬૮ પર તમારા બીલની એક નકલ વોટ્સએપ કરનાર ખેડૂતોને અમે મદદ કરીશું ને જરૂર પડી તો ખેડૂતોને લઈને ગાંધીનગર રાજ્યના ખેતી નિયામક પાસે પણ જઈશું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial