Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિક્કાના શખ્સ સામે પોલીસમાં ફરિયાદઃ
જામનગર તા. ૧૮: જામનગરના દેવુભાના ચોક પાસે ધનબાઈના ડેલા નજીક એક મકાનનો દસ્તાવેજ કરી આપવાની વાત કરી સિક્કાના શખ્સે રૂ।.૧૨ લાખ ર૬ હજાર મેળવી લીધા પછી ગલ્લાતલ્લા કરતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા નગરના મહિલાએ તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તાર સામે આવેલા ચારણ ફળી નજીકના ધનબાઈના ડેલા પાસે વસવાટ કરતા ગીતાબેન દિલીપભાઈ ચૌહાણ નામના મહિલાએ ધનબાઈના ડેલા પાસે આવેલુ એક મકાન ખરીદવા માટે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં જામનગર તાલુકાના સિક્કાની પંચવટી સોસાયટીમાં રહેતા કાસમ દાઉદભાઈ કકલ સાથે વાતચીત કરી હતી.
આ વેળાએ નક્કી થયા મુજબ ગીતાબેને રૂ।.૪ લાખ રોકડા અને ત્યારપછી વકીલ ચંપકભાઈ રાઠોડની હાજરીમાં રૂ।.ર લાખ ૬પ હજાર આપ્યા પછી કુલ રૂ।.૧૨ લાખ ર૬ હજાર કાસમ કકલને ચૂકવી આપ્યા હતા. તે મકાનનો દસ્તાવેજ ગીતાબેનના નામે કરી આપવાની વાત કર્યા પછી સતત નવેક મહિના સુધી કાસમભાઈએ ગલ્લાતલ્લા કરતા અને ગીતાબેને પોતાની રકમ પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આખરે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગીતાબેને ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત આચરવા અને ધમકી આપવા અંગે કાસમ દાઉદ કકલ સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial