Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્ય દાતા, રાજકીય અગ્રણીઓ તથા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં
ધ્રોલમાં ઝન્નર પરિવાર અને ધ્રોલ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા અદનાન અમીનભાઈ ઝન્નર દ્વારા આંખ અને આયુર્વેદ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ૧૦૪૦ લોકોએ ભાગ લીધો હતો. આંખના મોતીયા, વેલ, નંબર તપાસીને ચશ્મા આપવામાં આવ્યા હતા. આયુર્વેદ ડોકટર દ્વારા આ કેમ્પમાં લોકોને તેમની હેલ્થ તપાસીને દવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પના મુખ્ય દાતા ખાસ લંડનથી હનીફભાઈ ઝન્નર આવેલ હતા. જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરીયા, જિલ્લા પંચાયત વિરોધપક્ષના નેતા જે.પી.મારવીયા, ગુજરાત કોંગ્રેસ આગેવાન પ્રદ્યુમનસિંહ જાડેજા, કોંગ્રેસ આગેવાન અશોકભાઈ ત્રિવેદી, ગુજરાત લઘુમતી ડીપાર્ટમેન્ટના ઉપપ્રમુખ અમીનભાઈ ઝન્નર, ધ્રોલ શહેર કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ પરમાર, ધ્રોલ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મુમતાજબેન બબ્બર, ધ્રોલ શહેર કોંગ્રેસ સંગઠન મહામંત્રી હેમંતભાઈ ચાવડા, ધ્રોલ નગરપાલિકા કોર્પોરેટર ફારૂકભાઈ વિરાણી, જેબુનબેન દલ, અનીલભાઈ પરમાર, ગીતાબેન ચૌહાણ, પટેલ સમાજ પ્રમુખ મોહનભાઈ અને ધ્રોલ કોંગ્રેસ આગેવાન વિજયભાઈ રાઠોડ, જીતુભાઈ ચૌહાણ, મિહિરભાઈ ચાવડા, ડો. કે.વી. ચાવડા, કાદરશા શાહમદાર, સચિનભાઈ સોલંકી અને અલગ અલગ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial