Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સર્જાશે વૃંદાવનઃ 'જસ્ટ મોજ' દ્વારા આગામી તા. ૧લી માર્ચે બ્રજરસ-ફૂલોકી હોલી

આગામી હોળી-ધૂળેટી પર્વને અનુલક્ષીને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરમાં આગામી હોળી-ધૂળેટી પર્વને અનુલક્ષીને 'જસ્ટ મોજ' દ્વારા તા. ૧-૩-૨૬ને રવિવારે સાંજે ૬ કલાકથી તુલસી પાર્ટી પ્લોટ, એરપોર્ટ રોડ, જામનગરમાં 'બ્રજ રસ' ફૂલોં કી હોલી-ડેવોશનલ કોન્સર્ટ નામના અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ેછે. આ કાર્યક્રમમાં રાજસ્થાનના કોટાનું રસિક વૅષ્ણવ બેન્ડ સંગીત અને ભક્તિની જમાવટ કરશે.

જસ્ટમોજ ના ફાઉન્ડર્સ પૈકીના ડો. મિલન ગણાત્રાના જણાવ્યાનુસાર આ કાર્યક્રમમાં ભક્તિ સંગીત, ફૂલોની હોળી, ચાંટીંગ રાસ, ફ્રી પોટ્રેઈટ, ગ્રુપ ફોટોગ્રાફી સહિતના આકર્ષણો રહેશે. જે જેન-ઝી થી લઈને વડીલોને પણ મોજ કરાવશે. સંસ્થાના કો-ફાઉન્ડર કલ્પેશ ખગ્રામે આયોજનના ઉદ્દેશ્ય અંગે જણાવ્યું કે ફેબ્રુઆરીમાં સંસ્થાનો સ્થાપના દિન હોવાથી દર વર્ષે એ નિમિત્તે જામનગર માટે યુનિક આયોજન કરવાનો સંકલ્પ હોય છે. જે અંતર્ગત આ વર્ષે હોળીના પર્વને લઈ 'બ્રજરસ'નું આયોજન કરવામાં આવ્યું છે. કેફી, નવરાત્રિ, મૌજ-એ-બંદિશ, મોજકાસ્ટ, માઈક મેરેથોન સહિતના વિવિધતાસભર કાર્યક્રમો એ જ તેમને અલગ ઓળખ અપાવે છે અને આ જ શ્રેણીમાં તેઓ વધુ એક અનોખા કાર્યક્રમરૂપે 'બ્રજરસ' લઈને આવ્યા છે.

'નોબત' આ અનોખા કાર્યક્રમના મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે. રજીસ્ટ્રેશન તથા કાર્યક્રમ સંબંધિત વધુ માહિતી માટે મો. ૯૦૮૧૨ ૩૫૪૦૦ પર સંપર્ક કરવા સંસ્થાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh