Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શેઢા પાડોશીએ પાઈપથી હુમલો કરી નિપજાવી હતી હત્યાઃ
જામનગર તા. ૧૮: કાલાવડના મોટા પાંચદેવડા ગામમાં ચાર વર્ષ પહેલાં એક યુવાનની પાઈપ ઝીંકી કરાયેલી હત્યાના ગુન્હામાં ઝડપાયેલા આરોપીને અદાલતે તક્સીરવાન ઠરાવી સાત વર્ષની કેદ તથા રૂ।.ર૧ હજારનો દંડ ફટકાર્યાે છે.
કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામમાં વસવાટ કરતા મનસુખલાલ લીંબાભાઈ હીરપરાને શેઢાપાડોશી ભીખાભાઈ અજુડીયા સાથે ગૌચરની જમીનના મુદ્દે વિવાદ થયા પછી કરાતી અરજીઓના કારણે ગુસ્સે ભરાયેલા ભીખાભાઈએ ગઈ તા.રર-૮-ર૧ના દિને ગામની સીમમાં સામા મળી ગયેલા મનસુખભાઈ પર પાઈપથી હુમલો કર્યાે હતો.
આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મનસુખભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો. પોલીસે ગુન્હો નોંધી આરોપી ભીખાભાઈ અજુડીયાની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવતા સરકાર પક્ષે આરોપીના કપડા પર મળેલા મૃતકના લોહીના નિશાન અંગે જુબાની રજૂ કરવા ઉપરાંત ૧૭ સાક્ષીઓની જુબાની રજૂ કરી હતી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી ભીખાભાઈ અજુડીયાને તક્સીરવાન ઠરાવી સાત વર્ષની સખત કેદ અને કુલ રૂ।.ર૧ હજારનો દંડ ફટકાર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial