Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ૫-સપ્ટેમ્બરના ભવ્ય ઝુલુસનું આયોજન

ઈદે મિલાદ નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: ઈદે મિલાદ શરીફને દુનિયાભરના સુન્ની મુસ્લિમો પુરી અકીદત અને અદબ સાથે મનાવે છે. ઈદે મિલાદના મુકદસ દિવસ તા. ૫-૯-૨૫ને શુક્રવારે ઈસ્લામી તા. ૧૨ રબ્બીઉલ્લ અવ્વલના રોજ છે. જામનગર શહેર સુન્ની મુસ્લિમ બિરાદરો તરફથી શાનદાર ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેરના સુન્ની મુસ્લિમ બિરાદરો તરફથી દર વર્ષે ઈદમિલાદને પૂરા અદબ અને એહતરામની સાથે મનાવવામાં આવે છે. તેથી આ વર્ષે પણ આ પ્રસંગે બારગાહે રિસાલત મઆબમાં નજરે અકિદત પેશ કરવા સવારે ૯  કલાકે શાનદાર ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઝુલુસ સાયરપીર ચોક સઈના વંડાથી શરૂ થઈ આબેતા મુજબ હાજીપીર ચોક, ઘાંચીની ખડકી, ગઢની રાંગ, કાલાવડ ગેઈટ રોડ, પાંચહાટડી, દરબારગઢ, જુમ્મા મસ્જીદ, ટાવર મસ્જીદ, ચાંદીબજાર થી પુનઃ દરબારગઢ ચોકમાં શુક્રવાર હોવાથી બપોરે ૧૨:૩૦ કલાકે પૂર્ણ થશે. અને રાબેતા મુજબ બારગાહ રિસાલત મઆબમાં ઉલ્માએ કિરામ દ્વારા તકરીર કરવામાં આવશે. આ પ્રસંગે દરેક મિલાદ પાર્ટી, સુન્ની જમાતો, કમિટીઓ, સંસ્થાઓ, સ્કૂલો પોતપોતાના બેનરો લઈ અને વાહનચાલકોને આ ઝુલુસમાં સામેલ થવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. તેમજ સામેલ થનાર તમામ વાહનચાલકોને કોઈપણ વાહનમાં ડી.જે. સીસ્ટમ રાખવી નહીં તથા ફટાકડા ફોડવા નહીં. અદબ અને એહતરામ સાથે સામેલ થવા તથા આ વર્ષે ઈદેમિલાદ ઝુલુસમાં સામેલ થનાર તમામ મિલાદ પાર્ટીઓ / વાહનચાલકોને જાણ કરવામાં આવે છે, ઈદેમિલાદનો મુકદ્સ દિવસ શુક્રવાર હોવાથી એ મુજબ સમય મર્યાદામાં પોતાના વાહનો ચલાવે તેવી તાકીદ કરવામાં આવે છે, તો આ પ્રસંગે સુન્ની મુસ્લિમ બિરાદરો અચૂક હાજર રહી બારગાહે રીસાલતમાં ખિરાજે અક્દિત પેશ કરવા સુન્ની મુસ્લિમ જમાત તરફથી અપીલ કરવામાં આવી છે. ઝુલુસના સમાપન સમયે રાબેતા મુજબ બારગાહે રીસાલતમાં ખિરાજે અક્દિત, સલાતો-સલામનો નજરો પેશ કરવામાં આવશે. સુન્ની જમાતના પ્રમુખ હાજી જુમ્માભાઈ ખફીએ સુન્ની મુસ્લિમ બિરાદરોને ઉમંગ અને અદબની સાથે આ ઝુલુસમાં સામેલ થવા અપીલ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh