Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એશીઝઃ 'બોક્સીંગ ડે' ટેસ્ટ મેચ
મેલબોર્ન તા. ર૭: એશીઝ સીરીઝના ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચેના 'બોક્સીંગ ડે' ચતુર્થ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો ચાર વિકેટથી રોમાંચક વિજય થયો હતો.
લોસ્કોરીંગ મેચમાં પ્રથમ દિવસે જ ગઈકાલે ર૦ વિકેટો ખડી ગઈ હતી, જ્યારે આજે ૧૬ વિકેટોનું પતન થયું હતું, અને પાંચ દિવસના શેડ્યુઅલવાળો ટેસ્ટ મેચ કુલ માત્ર ૧૪ર.ર ઓવરમાં અને બે જ દિવસમાં પૂરો થઈ ગયો હતો.
ઓસ્ટ્રેલિયાએ આજે તેનો બીજો દાવ વિનાવિકેટે ૪ રનથી આગળ ધપાવ્યો હતો, પણ ૩૪.૩ ઓવરમાં ૧૩ર રનમાં ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવની ૪ર રનની સરસાઈ હોવાથી ઈંગ્લેન્ડને મેચ જીતવા ૧૭પ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઈંગ્લેન્ડે બીજા દાવમાં ૩ર.ર ઓવરમાં છ વિકેટે ૧૭૮ રન કરી લેતા તેનો ચાર વિકેટથી રોમાંચક વિજય થયો હતો, જો કે પાંચ ટેસ્ટમેચની એશીઝ સીરીઝ ઓસ્ટ્રેલિયાએ ઓલરેડી ૩ વિજય સાથે જીતી લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial