Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અધિકારીઓ જીવંત પ્રસારણમાં જોડાયા
ખંભાળીયા તા. ર૭: દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરીમાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમના જીવંત પ્રસારણમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના અધિકારીઓ સહભાગી થયા હતાં.
પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્નશ્રી સ્વ. અટલ બિહારી વાજપેયિની ૧૦૧મી જન્મજયંતી નિમિત્તે નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગરમાં સુશાસન દિવસની રાજયકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર જિલ્લાકક્ષાના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને કાર્યક્રમના જીવંત પ્રસારણમાં સહભાગી બન્યા હતાં.
કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્મયોગી પ્રશિક્ષણ મિશનનો પ્રારંભ, ગુજરાત રાજય બિન-નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનની વેબસાઈટનું અનાવરણ, ડિજિટલ ચેકબોર્ડ, ક્યુઆર કોડ, અટલ સ્વાન્તઃ સુખાય યોજનાના વેબપોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં ઈ-ગવર્નન્સ અને ડિજિટલ ઈન્ડિયા ટેકનોલોજી આધારિત સુશાસન માટેની નવી નીતિઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વહીવટમાં પારદર્શિતા અને નિર્ણયોમાં ગતિશીલતા સાથે ગુજરાતે સુશાસનના નવા આયામો સિદ્ધ કર્યા છે.
સુશાસન દિવસ નિમિત્તે નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હેતલ જોશી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કાર્યક્રમના જીવંત પ્રસારણમાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial