Advertisement
Author: નોબત સમાચાર

જામનગર યુવક કોંગ્રેસ-એનએસયુઆઈના ધરણાં

અરવલ્લી પર્વતમાળાના સમર્થનમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ગઈકાલે અરવલ્લીના પર્વતના સમર્થનમાં મોઢા ઉપર ઓક્સિજન માસ્ક પહેરીને અંબર સર્કલમાં ધરણા યોજવામાં આવ્યા હતાં.

હાલ પરિસ્થીતિ મુજબ જે ૧૦૦ મીટરથી નીચેના અરાવલી પર્વતો છે તેને ખનન માટે અને તોડવા માટે છૂટછાટ આપવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જો આવી પરિસ્થિતિ થાય તો અરવલ્લી પર્વતમાળા એટલે કે જે હિમાલય કરતા પણ જુની પર્વતમાળા છે તેના અંદાજે ૧ર,૦૦૦ થી વધુ પર્વતો છે, અને ઉપરોક્ત ૧ર હજાર પર્વતમાળામાંથી અંદાજે ૧૦૦૦ પર્વતો જ એવા છે કે જેની ઊંચાઈ ૧૦૦ મીટર કરતા ઊંચી છે. એનો મતલબ એ થયો કે અંદાજે ૯૦ ટકા જેટલા પર્વતોને તોડી નાખવામાં આવે.

માટે અરાવલીના સમર્થનમાં ધરણા યોજવામાં આવ્યા અને આ ધરણામાં ઓક્સિજન માસ્ક એટલે પહેરવામાં આવ્યા હતાં કે આવનારી પેઢીને ઘરમાં માર્બલ નહીં હોય તો ચાલશે, પથ્થર નહીં હોય તો ચાલશે, કોટા સ્ટોન નહીં હોય તો ચાલે, સેવન સ્ટાર રિસોર્ટ નહીં હોય તો ચાલશે, પરંતુ આવનારી પેઢીને ઓક્સિજન વગર નહીં ચાલે, આવનારી પેઢીને પાણી વગર નહીં ચાલે, અરાવલી પર્વતમાળાના પ્રાણી પશુ-પક્ષી વગર નહીં ચાલે, અને પહાડો તોડવાથી ઋતુચક્રમાં ફેરફાર થાય તે સ્વાભાવિક છે, અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને વેગ મળશે.

હાલ જે સ્થિતિ દિલ્હીમાં છે તે સમગ્ર દેશમાં થતા વાર નહીં લાગે. રણ આગળ વધતું રોકી ના શકાય અને અત્યંત ખરાબ પરિસ્થિતિ દેશમાં લોકોને ભોગવવાનો વારો આવે તે પ્રકારની સમસ્યા ઊભી થાય, માટે અરાવલી પર્વતના સમર્થનમાં તમામ લોકો આવે દેશનો એક એક નાગરિક જોડાઈ અને આ અરવલ્લી પર્વતમાળાને તૂટતા બચાવીએ તે હેતુસર આ ધરણા ઉજવવામાં આવ્યા હતાં.

ગઈકાલના આ ધરણાના કાર્યક્રમમાં ડો. તોસીફખાન પઠાણ, શક્તિસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ ગોહિલ, આનંદભાઈ ગોહિલ, દેવરાજભાઈ ગોહિલ, દર્શન રાઠોડ, બીજરાજસિંહ સોઢા, મેહુલભાઈ વસિયર, દિવ્યરાજસિંહ જાડેજા, દિલીપ ગોધમ, વૈભવ ચુડાસમા, હરદીપસિંહ ઝાલા અને અકીલ મોરવાડિયા વગેરે જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh