Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા શરૂ થયુ ડોકયુમેન્ટ કલેકશનઃ પુરાવા જમા કરાવી શકાશે

આવતીકાલે તેમજ તા. ૩, ૪, જાન્યુઆરી-૨૦૨૬ના

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૭: મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દેવભૂમિ દ્વારકા હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૨૭, ૨૮ ડિસેમ્બર તેમજ તા. ૦૩, ૦૪ જાન્યુઆરી ૨૦૨૬ના મેગા ડોકયુમેન્ટ કલેકશન કેમ્પનું આયોજન નો મેપીંગ મતદારો માટે પુરાવા જમા કરાવવાની સુવિધા મળશે. મેગા કેમ્પનો મહત્તમ લાભ લેવા જિલ્લાના નાગરિકોને જિલ્લા ચૂંટણી અધિકારીનો અનુરોધ કરાયો છે.

મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર) ૨૦૨૬ અંતર્ગત તમામ પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધણી, વિગતોની ચકાસણી તથા જરૂરી ફેરફાર કરવા માટે અપીલ કરવામાં આવે છે. પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય ના સંદેશ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આ કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા ડોક્યુમેન્ટ કલેક્શન કેમ્પ (ખાસ ઝુંબેશ) તા. ૨૭/૧૨/૨૦૨૫ (શનિવાર), ૨૮/૧૨/૨૦૨૫ (રવિવાર), ૦૩/૦૧/૨૦૨૬ (શનિવાર) અને ૦૪/૦૧/૨૦૨૬ (રવિવાર)ના યોજાશે. આ દિવસોમાં નાગરિકો સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી પોતાના વિસ્તારના મતદાન મથકની મુલાકાત લઈ મતદાર યાદીમાં પોતાનું નામ, વિગતો તથા ફોટો ચકાસી શકશે અને જરૂરી જણાય તો સુધારા માટે અરજી કરી શકશે.

મતદારો પાસેથી પુરાવા એકત્ર કરવા માટે ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી ખંભાળિયા તથા વિધાનસભા કક્ષાએ પ્રાંત કચેરીઓ તથા તમામ મામલતદાર કચેરીઓ ખાતે શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરો પર જાહેર રજાના દિવસો સિવાય કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન પુરાવા રજૂ કરી શકાશે. ખાસ કરીને નો મેપીંગ શ્રેણીના મતદારો તેમજ નવા મતદારોને ફોર્મ ભરવા માટે આ સેન્ટરનો મહત્તમ લાભ લેવા અપીલ કરાઈ છે.

મતદાર સંબંધિત સેવાઓ માટે વિવિધ ફોર્મ ઉપલબ્ધ છે. નવા મતદાર માટે ફોર્મ- ૬, મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ- ૭ તથા સરનામું અથવા અન્ય વિગતોમાં ફેરફાર કરવા માટે ફોર્મ- ૮ ભરવાનું રહેશે. જેમની ઉંમર તા. ૧-૧-૨૦૨૬ના ૧૮ વર્ષ કે તેથી વધુ થાય છે તેવા પાત્ર નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા અનુરોધ છે.

મતદાર નોંધણી તથા ફેરફાર માટે ઓનલાઈન સેવાઓ તરીકે વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ, ુુુ.ર્દૃંીજિ.ીષ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ ઉપલબ્ધ છે. ઉપરાંત રૂબરૂ સેવાઓ માટે કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તથા મતદાન મથક પર સંપર્ક કરી શકાશે. વધુ માહિતી માટે નાગરિકો હેલ્પલાઇન નં. ૧૯૫૦ પર સંપર્ક કરી શકે છે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh