Advertisement
Author: નોબત સમાચાર

જુનાગઢના આજક ગામે પૂલ તૂટતા કેટલાક લોકો નદીમાં ખાબકયાઃ તત્કાલ રેસ્કયૂ

ગંભીરા પુલની દુર્ઘટના પછીના અઠવાડિયામાં ફરી મોટી દુર્ઘટનાઃ સદ્નશીબે જાનહાનિ ટળીઃ મરામત સમયે પણ ગંભીર બેદરકારી ? હિટાચી પણ થયુ જળમગ્ન...

                                                                                                                                                                                                      

જુનાગઢ તા. ૧૫: વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને હજુ તો થોડાક જ દિવસો થયા છે ત્યાં હવે જૂનાગઢના માંગરોળના આજક ગામે પણ બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. આ ઘટના બ્રિજના રિપેરિંગ કામ વખતે બની હતી. જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઇ નહોતી. આ બ્રિજ આત્રોલીથી કેશોદ તરફ જવાના રસ્તે આવેલો હતો. જોકે આ ઘટના વખતે બ્રિજ પર ઊભેલા લોકો નદીમાં ખાબકી ગયા હતા.

વડોદરા-આણંદ વચ્ચેના ગંભીરા પુલ અકસ્માતને હજુ અઠવાડિયુ થયું છે. ત્યાં જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર પુલનો સ્લેબ ધરાશાયી થવાની ચોંકાવનારી ઘટના બની છે.

આ ઘટનાએ ફરીથી રાજ્યના બ્રિજના સમારકામ અને જાળવણી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. જુનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામ નજીક, આત્રોલીથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા એક મહત્વના બ્રિજનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના તે સમયે બની જ્યારે પુલ પર સમારકામનું કામ ચાલી રહૃાું હતું. સ્લેબ ધરાશાયી થતાં જ પુલ પર ઉભેલા અનેક લોકો અને એક હીટાચી મશીન ધડામ દઈને નદીમાં ખાબક્યા હતા, જેના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ગંભીર ઈજા પણ થઈ નથી, જે એક રાહતભરી બાબત છે. પરંતુ સમારકામ ચાલતુ હોવા છતા નજીકમાં લોકો ઉભા હોય તો તે લાપરવાહી જ ગણાય.

જોકે માંગરોળ નજીક પુલનો સ્લેબ તૂટવાના બનાવ અંગે જૂનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક એન્જિનિયર અભિષેક ગોહિલે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ કામગીરીના ભાગરૂૂપે માંગરોળ નજીક આજક આંત્રોલી વચ્ચે આવેલ પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરિત જણાતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. બ્રેકર મશીનથી પુલ તોડી પાડવાની આ કામગીરી ચાલતી હતી, તે દરમિયાન પુલનો સ્લેબનો એક મોટો ભાગ નીચે પડ્યો હતો. જેમાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી.

કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને બાંધકામ વિભાગના અધિકારીઓ સ્થળ પર જવા રવાના થયા છે. કલેકટરે જણાવ્યું હતું કે જિલ્લામાં લોકોની સલામતી માટે જર્જરિત જણાતા હોય તેવા પુલોનું ઇન્સ્પેક્શન કરીને જરૂૂરી કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂૂપે આ પુલનું સમારકામ કરવામાં આવી રહૃાું હતું. હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.

આ મામલે ધારાસભ્યનું દેવા માલમનું કહેવું છે કે આ બ્રિજ પહેલાથી જર્જરિત જ હતો અને તેને તોડવાનો જ હતો. જોકે તેનું સમારકામ ચાલી રહૃાું હતું ત્યારે જ તે તૂટી પડ્યું. આ દરમિયાન બ્રિજ પર ઊભેલા લોકો નદીમાં ખાબકી ગયા. જોકે કોઇ જાનહાનિ થઈ નહોતી. લોકોને ઘટનાસ્થળે હાજર લોકોએ જ બચાવી લીધા હતા.

આ મામલે ગામના સરપંચે નિવેદન આપતા કહૃાું છે કે નવો પુલ બનાવવા માટે જૂનો બ્રિજ તોડવામાં આવી રહૃાો હતો. જોકે આ દરમિયાન જ દુર્ઘટના સર્જાઈ ગઇ હતી કેમ કે બીજી સાઈડથી બ્રિજ તૂટી પડ્યો હતો. આ દરમિયાન હીટાચી મશીન સાથે કેટલાક લોકો નદીમાં ખાબકી ગયા હતા. જોકે ઘટનાસ્થળે હાજર ટીમને કારણે તમામને બચાવી લેવામાં સફળતા મળી હતી. આ પુલ ૨૦ થી ૨૨ વર્ષ જૂનો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh