ટેરિફથી વૈશ્વિક અર્થતંત્રમાં મંદીનું જોખમ ઊભું થતાં ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી...!!

તા. ૦૫-૮-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે.... અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફરી વિશ્વ પર ટેરિફ આતંકે વૈશ્વિક અર્થતંત્રમાં મોટી મંદી સર્જાવાનું જોખમ ઊભું થતાં અને અમેરિકા વિરૂધ્ધ વિશ્વના અનેક દેશો વેપાર યુદ્વનો નવો દોર શરૂ થવાના એંધાણે આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

અમેરિકા હવે પોતાની મનમાની સાથે ટેરિફનું શસ્ત્ર ઉગામી રહ્યું હોઈ અને પડોશી દેશો સાથે ઘર્ષણની સ્થિતિ ઊભી થાય એવા પગલાં લેવા માંડયું હોઈ ફરી જીઓપોલિટીકલ ટેન્શન પણ ઊભું થવાના જોખમે અને ટેરિફને લઈ દેશના વિવિધ ઉદ્યોગોમાં નિકાસ વ્યવહારો ઠપ્પ થવા લાગ્યાનું અને કોર્પોરેટ પરિણામો પણ એકંદર સાધારણથી નબળા આવી રહ્યા હોઈ નવા કમિટમેન્ટથી રોકાણકારો પણ સાવચેત થવા લગતા આજે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી રહી હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૧%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૧.૪૭% અને નેસ્ડેક ૧.૯૫% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૩% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૪૬ અને વધનારની સંખ્યા ૧૮૬૭ રહી હતી, ૧૩૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, સર્વિસીસ, એફ્સીજી, ફોકસ્ડ આઈટી, આઈટી, ઓટો અને બેન્કેકસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં એક્સીસ બેન્ક, મારુતિ સુઝુકી, સ્ટેટ બેન્ક, ભારતી એરટેલ, એચસીએલ ટેક, ટાઈટન લિ., એનટીપીસી લિ., બજાજ ફાઈનાન્સ અને કોટક બેન્ક જેવા શેરો ૦.૮૬% થી ૦.૨૮% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટસ, બજાજ ફિનસર્વ, ઈન્ફોસીસ લિ., આઈસીઆઈસીઆઈ બેન્ક અને સન ફાર્મા જેવા શેરો ૧.૧૧% થી ૦.૫૦% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ. ૧,૦૧,૧૩૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૦૧,૨૨૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૦૧,૦૫૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૯૬ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૧,૦૧,૧૦૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ. ૧,૧૨,૨૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૧૨,૪૧૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૧૨,૨૫૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૯૯ પોઈન્ટના ઉછાળા સાથે રૂ. ૧,૧૨,૩૩૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સેક્ટર સ્પેસિફિક મુવમેન્ટ... આગામી દિવસોમાં શેરબજારમાં કેટલીક પસંદગીયોગ્ય સેક્ટરોમાં તેજી જોવા મળી શકે છે, જ્યારે કેટલાક સેક્ટરોમાં દબાણની સ્થિતિ રહી શકે છે. ખાસ કરીને આઈટી અને ફાર્મા સેક્ટર ફરીથી મજબૂતી દાખવી શકે છે, કારણ કે વૈશ્વિક માગમાં સુધારો અને રૂપિયામાં ઉછાળાના કારણે આ સેક્ટરોને ફાયદો થઈ શકે છે. એ ઉપરાંત, એફએમસીજી સેક્ટર પણ સારા માનસૂનના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ખપતમાં વૃદ્ધિની આશા સાથે મજબૂત દેખાઈ રહ્યો છે.

બીજી તરફ જો વાત કરીએ તો ઓટો અને ધાતુ સેક્ટર પર દબાણ રહી શકે છે, કારણ કે ચીનમાંથી આયાતી માંગમાં ઘટાડો થયો છે અને કાચા માલના ભાવમાં અસ્થિરતા છે. બેંકિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં મિશ્ર પ્રભાવ જોવા મળી શકે છે. ખાનગી બેંકો માટે તો અપસાઈડ સ્પેસ છે, પરંતુ પીએસયુ બેંકોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે.

બજારની ભાવિ દિશા.... મિત્રો, અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૨૫% ટેરિફ લાગુ કરવાના નિર્ણય અને રશિયા ખાતેથી ક્રુડ તેલની ખરીદી ધીમી પડવાની શકયતા જ્યારે બીજી બાજુ દેશમાં ચોમાસાની સારી સ્થિતિને ધ્યાનમાં રાખી સોમવારથી અહીં શરૂ થઈ રહેલી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિની બેઠકમાં રેપો રેટના નિર્ણય સંદર્ભમાં મિશ્ર મત વ્યકત થઈ રહ્યા છે. એક વર્ગ રેપો રેટ જળવાઈ રહેવાની ધારણાં રાખે છે જ્યારે બીજા કેટલાક તેમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવશે તેમ માની રહ્યો છે. માર્ચ ૨૦૨૬ સુધીમાં ફુગાવો ફરી વધી ૪.૫૦% પર આવી જવાની શકયતાને ધ્યાનમાં રાખતા એમપીસી હાલમાં રેપો રેટ જાળવી રાખશે તેવી સંભાવના વધુ છે.

નાણાં વર્ષ ૨૦૨૭માં ફુગાવો ૪%ની નજીક જળવાઈ રહેવાની જ્યાંસુધી ખાતરી ન થાય ત્યાંસુધી રેપો રેટમાં કોઈ ઘટાડો ન થાય તે જ યોગ્ય ગણાશે જો કે વર્તમાન કેલેન્ડર વર્ષના પાછલા છ મહિનામાં રિટેલ ફુગાવો રિઝર્વ બેન્કના ૪%ના ટાર્ગેટથી નીચે રહેવાના અંદાજને ધ્યાનમાં રાખતા રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવવાની ઈક્રાના સુત્રોએ ધારણાં મૂકી હતી. એમપીસીની મીટિંગ જે અગાઉ ૫થી ૭ ઓગસ્ટ મળનારી હતી તે હવે ૪થી ૬ ઓગસ્ટના યોજાઈ રહી છે. હાલમાં દેશભરમાં ચોમાસાની સ્થિતિ સાનુકૂળ જોવાઈ રહી છે અને ખરીફ પાકની વાવણી પણ પ્રગતિના પંથે છે ત્યારે ખાધ્ય પદાર્થોનો ફુગાવો નીચો રહેવાની અપેક્ષા છે. જો કે ખરીફ પાકના અંદાજ આવ્યા બાદ જ સ્થ િતિ સ્પષ્ટ થઈ શકશે.

close
Ank Bandh