Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર : ચંદુલાલ મોહનલાલ શાહ (શિહોરવાળા) ના પુત્ર અજયભાઈ (ઉ.વ.૫૯) તે છાંયાબેનના પતિ તથા સ્વ. હરેશભાઈ તથા કેતનભાઈના ભાઈ, તથા પરેશાબેનના દિયર, તથા પારૂલબેનના જેઠ, તથા ક્રિષમા, કરણના પિતા તથા ચૈતાલી, હીરવ, કેવલ, આદિના કાકા, તથા મૌલિકકુમાર, પ્રિયંકાબેન ના સસરા, તથા અંશુલના દાદા, તથા જૈની, મોક્ષિતના નાના, તથા અરૂણાબેન હર્ષદભાઈ શાહ, વીણાબેન રોહિતકુમાર શાહ, નિશાબેન નિખિલકુમાર કપાસીના ભાઈનું તા. ૭-૫-૨૫ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૮-૫-૨૫, ગુરૂવાર ના સાંજે ૪ વાગ્યે ત્રિમંદિર, લાલવાડી મેઈન રોડ, નિર્મળ વસંત વિહાર, જૈન ઉપાશ્રય, આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની ૫ાસે, જામનગર માં રાખવામાં આવ્યું છે.
મુળ થાનગઢ હાલ જામનગર નિવાસી સ્વ. હિંમતલાલ મોહનલાલ શાહના ધર્મપત્ની આશાબેન (અલ્કાબેન) ભરતભાઈ શાહ (ઉ.વ.૬૪), તે અવની તથા કલ્પેશભાઈના માતૃશ્રી અને અમીશાના સાસુ, પરમ તથા સ્વસ્તિના દાદી તથા કેવિલના નાની તથા સ્વ. મહેન્દ્રભાઈ હઠીસંગ દોશીના પુત્રી તા. ૭-૫-૨૫ના અરિહંત શરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૮-૫-૨૫ ના સવારે ૧૦ વાગ્યે ચાંદીબજાર મોટા ઉપાશ્રય, લાલબાગ સામે રાખવામાં આવ્યું છે. અને પ્રાર્થનાસભા સવારે ૧૧ થી ૧૨ વાગ્યા સુધી લોકાગચ્છની વાડી, (ઉપરની વિંગ,) ચાંદીબજાર પાસે, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગર નિવાસી શાંતિલાલ આણંદજીભાઈ સોલંકીના ધર્મપત્ની ઉષાબેન શાંતિલાલ સોલંકી તે હિતેષભાઈ અને વિપુલભાઈના માતાનું તા. ૭-૫-૨૫ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. ૮-૫-૨૫, ગુરૂવારના સાંજે ૪ થી ૪:૩૦ સુધી રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવેલ છે.