Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખડખંભાળિયામાંથી પાંચ શખ્સ તીનપત્તી રમતા એલસીબીની ગિરફતમાં:
જામનગર તા. ૧૫: જામનગરના ગોકુલનગર નજીક રામનગરમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા બે મહિલા સહિત પાંચ રૂ.૩૨,૩૫૦ રોકડા સાથે ઝડપાયા છે. ખડખંભાળિયામાંથી પાંચ પત્તાપ્રેમીને એલસીબીએ રૂ.૨૯૭૦૦ના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. મોરકંડા ધાર પાસે ગંજીપાના કૂટતા પાંચ પકડાયા છે અને સોયલ ટોલનાકા નજીક રોનપોલીસ રમતા બે ઝડપાઈ ગયા છે અને બે નાસી ગયા છે. એક વર્લીબાજને પોલીસે પકડી પાડ્યો છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા રામનગરની શેરી નં.૮માં ગઈકાલે સાંજે કેટલાક વ્યક્તિ એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી સિટી સી ડિવિઝનના પીઆઈ એન.એ. ડાભીની સૂચનાથી એએસઆઈ યશપાલસિંહ, એસ.એમ. જાડેજા, એન.બી. સદાદીયા સહિતના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી તીનપત્તી રમતા ભરતભાઈ કરમશીભાઈ ચોપડા, રામભાઈ પોલાભાઈ વસરા, ક્રિપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા તથા આશાબેન કેશવભાઈ મોઢવાડીયા, નલીનીબેન બાબુભાઈ કોટડીયા નામના પાંચ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૩૨૩૫૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
ધ્રોલ નજીક સોયલ ટોલનાકા પાછળ બાવળની ઝાળીઓમાં ગઈકાલે સાંજે ગનીપાના કૂટતા કનુભાઈ પબાભાઈ બાંભવા, હાજી હાસમભાઈ સુમારીયા નામના બે શખ્સ ઝડપાઈ ગયા હતા. પોલીસને જોઈને સોમાભાઈ ભુસાભાઈ ચાવડીયા, રાજુ ટીડાભાઈ ઝાપડીયા નામના બે શખ્સ નાસી ગયા હતા. પટમાંથી રૂ.૨૧૩૦ કબજે કરી ધ્રોલ પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ઠેબા બાયપાસ નજીક મોરકંડા ગામના ધાર વિસ્તારમાં ગઈકાલે બપોરે રોનપોલીસ રમતા રમેશભાઈ શામજીભાઈ વિરમગામા, ભીખુભાઈ વેરશીભાઈ માંડવીયા, શંકર જગદીશભાઈ દેગામા, પિન્ટુ જલાભાઈ સમારવા, જગદીશભાઈ લાલજીભાઈ ચૌહાણ નામના પાંચ શખ્સ ઝડપાઈ ગયા હતા. રૂ.૧૦૪૨૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.
લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામમાં ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી એલસીબીના કાસમભાઈ બ્લોચ, ઋષિરાજસિંહ, મયુરસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી એલસીબી સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં તીનપત્તી રમતા અજય મનસુખભાઈ કમેજારીયા, સંજય લાલજીભાઈ કમેજારીયા, અશ્વિન જમનભાઈ કમેજારીયા, રમેશભાઈ રવજીભાઈ કમેજારીયા, હબીબભાઈ જીવાભાઈ થૈયમ નામના શખ્સ ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ.૧૯૨૦૦ રોકડા, ત્રણ મોબાઈલ કબજે કરાયા છે.
જામનગરના ગોલ્ડન સિટી વિસ્તારથી આગળ ધરારનગર આવાસ પાસે ગઈકાલે સાંજે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા અલ્તાફ ઈશાક ગાળા નામના શખ્સને પોલીસે પકડી લઈ રોકડ તથા મોબાઈલ મળી રૂ.૬૪૧૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial