Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યની બહેરી, આંધળી, મુંગી સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબઃ લોકોના જીવન સાથે થઈ રહ્યા છે ખિલવાડઃ
વડોદરામાં પુલ તૂટતા તે જીવલેણ બન્યો હતો. ઉપરાંત ચોમાસાની સિઝનમાં જામનગરમાં અનેક માર્ગોમાં ઠેર-ઠેર ખાડા પડ્યા છે. આમ ચોતરફ ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે. આ મુદ્દે આજે જામનગરમાં કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ પ્રદર્શન કરી મુખ્યમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી. ખાડામાં પડવાના કારણે અનેક લોકો, વાહનચાલકો ઈજાગ્રસ્ત બને છે, તેવો સંદેશો આપવા કોંગ્રેસ કાર્યકર્તાઓએ હાથ-પગ, માથામાં પાટા બાંધી નવતર વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કર્યા હતાં. શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ત્રણ દાયકાથી રાજ્યમાં બેરી, આંધણી, મુંગી સરકાર છે. જે લોકોના જીવ સાથે ભાષ્ટાચાર કરીને ખેલ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં અનેક લોકોએ આ સરકારના કારણે જીવ ખોયા છે. આથી મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓએ રાજીનામા આપવા જોઈએ. આજના આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, ઉપરાંત મહિપાલસિંહ જાડેજા, દિપુ પારિયા, કોર્પોરેટરો કાસમભાઈ જોખિયા, રચનાબેન નંદાણિયા, આનંદ રાઠોડ તથા આનંદ ગોહિલ સહિતનાઓ જોડાયા હતાં અને જ્યારે આ કાર્યક્રમ દરમ્યાન પોલીસે રપ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial