Advertisement
Author: નોબત સમાચાર

બલુચિસ્તાનમાં બસ પર બર્બર હૂમલોઃ ૯ મુસાફરોને ગોળી મારી હુમલાખોરો ફરાર

અપહરણ કરી, આઈ.ડી. ચેક કરીને ઠાર કર્યા

                                                                                                                                                                                                      

ઈસ્લામાબાદ તા. ૧૧: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલો થયો છે, અને ૯ લોકોને બસમાંથી ઉતારી ગોળી મારીને હુમલાખોરો ફરાર થઈ ગયા હોવાના અહેવાલો છે.

પાકિસ્તાનમાં બસ પર હુમલો થયો છે, જેમાં હુમલાખોરોએ નવ લોકોની ગોળી મારી હત્યા કરી દીધી છે. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. હુમલાખોરોએ ચાલુ બસને અટકાવી તેમાંથી મુસાફરોને નીચે ઉતારી ગોળીથી વીંધી નાખ્યા હતાં.

બલૂચિસ્તાનના અધિકારીએ આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બલૂચિસ્તાનના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે આ હુમલામાં ઓછામાં ઓછા નવ લોકોની હત્યા થઈ છે. ક્વેટાથી લાહોર જતી બસમાં સવાર મુસાફરોને નીચે ઉતારી અપહરણ કર્યું હતું,

તે પછી તેમની ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ દુર્ઘટના ઉત્તરીય બલૂચિસ્તાન નજીક સ્થિત ઝોબ શહેરની છે.

આ હુમલો નજરે નિહાળનારના કહેવા મુજબ હુમલાખોરોએ અચાનક ચાલુ બસને અટકાવી હતી. તે પછી બંદૂકના જોરે મુસાફરોને નીચે ઉતરવા કહૃાું. તેમનું અપહરણ કર્યું અને બાદમાં નવ લોકોના આઈડી ચેક કરી તેમની હત્યા કરી દીધી. મૃતદેહોને બલૂચિસ્તાનના બારખાન જિલ્લાના રેખની હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

પ્રદેશ સરકારના પ્રવક્તા શાહિદ રિંદે આ હુમલાની નિંદા કરતાં તેને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. હુમલાખોરો રાત્રે હુમલો કર્યા બાદ ફરાર છે. તેમની તપાસ ચાલુ છે. તેમ જણાવી મુખ્યમંત્રી મીર સરફરાજ બુગતીએ આ કૃત્યને 'ખુલા આતંકવાદ' ગણાવતાં કહૃાું કે, હુમલાખોરોએ જાણીજોઈને પાકિસ્તાનીઓની ઓળખ કરી માસૂમ નાગરિકોને ટાર્ગેટ બનાવ્યા છે. આતંકવાદીઓએ ફરી એકવાર પોતાનું ડરપોક વલણ બતાવ્યું છે. નિર્દોષોનું લોહી વ્યર્થ નહીં જાય. આ દેશ વિરૂદ્ધ યુદ્ધ છે. અને અમે તેનો મજબૂત અને નિર્ણાયક જવાબ આપીશું.

આ હુમલાની સાથે સાથે આતંકવાદીઓએ ક્વેટા, લોરાલાઈ, મસ્તુંગમાં પણ ત્રણ આતંકી હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને સુરક્ષા દળો દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હોવાનો દાવો બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે કર્યો હતો. આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનો, સરકારી ઓફિસો, સુરક્ષા ચોકીઓ, બેન્કો અને સંચાર ટાવર્સને ટાર્ગેટ બનાવ્યા હતાં.

બે દિવસ પહેલાં નવ જુલાઈએ પણ પાકિસ્તાનમાં આતંકવાદીઓ દ્વારા બે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતાં. ખૈબર પખ્તૂનખ્વાના બન્નુ જિલ્લામાં બે ડ્રોન વડે હુમલા થતાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે ત્રણ બાળક ઘાયલ થયા હતાં. આ ઈજાગ્રસ્તોમાં બે બાળક મૃતક મહિલાના હતાં. અગાઉ આ વર્ષે માર્ચમાં પણ જાફર એક્સપ્રેસ ટ્રેનને બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ હાઈજેક કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh