Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડ-ધરારનગરમાંથી પકડાયો જુગારઃ
જામનગર તા. ૧૨: લાલપુરના મોટા લખીયા ગામમાં એક મકાનમાં જામેલી જુગારની મહેફિલ પર ગઈકાલે એલસીબીએ દરોડો પાડી છ શખ્સ, બે મહિલાને પકડી પાડ્યા હતા. કાલાવડ તેમજ ધરારનગરમાંથી સાત વ્યક્તિ જુગાર રમતા ઝડપાયા હતા. ત્રણ નાસી જવામાં સફળ થયા હતા.
લાલપુર તાલુકાના મોટા લખીયા ગામમાં ગઈકાલે સાંજે કેટલાક શખ્સો એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી એલસીબીના ભરત ડાંગર, ક્રિપાલસિંહ, સુમિત શિયારને મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચના મુજબ પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયા, સ્ટાફે દરોડો પાડ્યો હતો.
આ સ્થળે ગંભીરસિંહ કરણસિંહ જાડેજા, બશીર અબ્બાસ ભગાડ, આબીદ ઈકબાલ બારોયા, અમૂલભાઈ વસંતભાઈ પંચમતીયા, મામદ આમદ ગજર, ઈકબાલ સીદીક બારોયા, સગુણાબેન પ્રવીણભાઈ ખાડેખા ઉર્ફે સોનલબેન, મીનાબા ધીરૂભા જેઠવા નામના આઠ વ્યક્તિ મળી આવ્યા હતા. પટમાંથી રૂ.૫૩૭૦૦ રોકડા, સાત મોબાઈલ, બે બાઈક મળી કુલ રૂ.૧૭૦૭૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
કાલાવડ શહેરમાં માછરડા સોસાયટી પાછળ ગઈકાલે સાંજે તીનપત્તી રમતા રસીક ઉર્ફે પ્રફુલ ઉગાભાઈ સોંદરવા, દુદાભાઈ કુંભાભાઈ સોંદરવા, લાલજી ભનાભાઈ સોંદરવા, ચંદુલાલ ભીખાભાઈ સોંદરવા નામના ચાર શખ્સને પોલીસે પકડી પાડી રૂ.૩૦૭૦ કબજે લીધા છે.
જામનગરના ધરારનગર સ્થિત ગઈરાત્રે ગંજીપાના વડે જુગાર રમતા કાસમ કરીમ બશર, સાયદાબેન કાસમ સાંઘાણી, નરગીશ અલ્તાફ ચાવડા નામના ત્રણ વ્યક્તિ પોલીસના દરોડામાં પકડાયા હતા. જાવિદ જુસબ ગજણ, હુસેન સુમરા, હુસેન વાઘેર ઉર્ફે નંદલાલ નામના ત્રણ શખ્સ નાસી ગયા હતા. પોલીસે પટમાંથી રૂ.૨૭૧૦ કબજે કર્યા છે.
જામનગરમાં ધરારનગર માંથી ગઈકાલે કિશન કિશોર ચૌધરી, સુનિલ શાંતિભાઈ જાદવ નામના બે શખ્સ ચલણી નોટના નંબર પર એકી બેકી બોલતા ઝડપાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial