Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાત્કાલિક સર્વે કરાવી વળતર-સહાય ચૂકવવા ધારાસભ્ય હેમંત ખવાની માંગણીઃ
જામનગર તા. ૧૨: જામનગર સહિત સૌરાષ્ટ્ર પંથકમાં ત્રાટકેલા કમોસમી વરસાદે વધુ એક વખત ખેડૂતોની કમ્મર તોડી નાખી છે. ખેતરોમાં ઉનાળુ પાક વાવેતર થયેલું છે. આવા સમયે કમોસમી કહેર વરસતા તલ, બાજરી, મગ સહિતના પાકને નુક્સાન થયું છે. આથી તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી જામનગર જિલ્લાના જામજોધપુર, લાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ખેડૂત નેતા હેમંતભાઈ ખવા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઈ છે.
સૌરાષ્ટ્ર પંથકમાં જુદા જુદા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી તોફાની પવન સાથે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદ પડતા ખેડૂતોના ઊભા તેમજ તૈયાર થયેલા પાકોને વ્યાપક નુક્સાન થયું છે. વરસાદ વેરી બનતા તલ, મગ, બાજરી અને અન્ય ઉનાળુ પાકોને મોટા પ્રમાણમાં નુક્સાન પહોંચાડ્યું છે. વરસાદને લઈ પાક ખેદાનમેદાન થઈ ગયા છે. બીજી બાજુ બાગાયતી પાકો જેવા કે કેરી, લીંબુ, દાડમને પણ નોંધપાત્ર નુક્સાન થયું છે. જગતના તાતે મોંઘા બિયારણ અને મજૂરી મહેન કરી તૈયાર કરેલો સોના જેવા પાક પર વરસાદ વેરી બનતા ખેડૂતોની વર્ષભરની મહેનત પાણીમાં ગઈ છે. આથી ખેડૂતોની મોઢે આવેલો કોળિયો છિનવાયો છે. પાક નિષ્ફળ જતા ધરતીપુત્રોએ વર્ષ દરમિયાન પોતાના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું તે વિચાર માત્રથી બિહામણુ દૃશ્ય ઊભું થાય છે.
નુક્સાનગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરવામાં આવે જેથી ખેડૂતોના નુક્સાનનો ચોક્કસ અંદાજ મેળવી શકાય. વધુમાં સર્વેના આધારે ખેડૂતોને યોગ્ય અને પર્યાપ્ત વળતર ચૂકવવામાં આવે જેથી તેઓ આ આર્થિક આઘાતમાંથી બહાર આવી શકે. એટલું જ નહીં, ખેડૂતોની દયનીય સ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial