Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સે ગાળો ભાંડી ધમાલ મચાવીઃ
જામનગર તા. ૧૨: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં એક શખ્સના મકાનમાં શનિવારે પોલીસે દરોડો પાડી દારૂની બોટલ તથા દારૂનો અડધો ભરેલો ગ્લાસ કબજે કર્યાે હતો. આ વેળાએ ધસી આવેલા શખ્સે એક પોલીસ કર્મચારીને ગાળો ભાંડી ગ્લાસ તથા બોટલ ફોડી નાખ્યા પછી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતા તેની સામે ફરિયાદ કરાઈ છે.
જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ તરૂણભાઈ કરસનભાઈ ચાવડા તથા સ્ટાફ દ્વારા શનિવારે સવારે શંકરટેકરીમાં આવેલા વણકરવાસની વાડી પાછળ એક શખ્સના મકાનમાં દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી મળતા તે સ્થળે રેઈડ કરવામાં આવી હતી.
ત્યાં આવેલા દીવલા મનસુખ ચૌહાણના મકાનમાં પોલીસ સ્ટાફે દરોડો પાડી તલાસી લેતા ત્યાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ તેમજ દારૂ ભરેલો એક અડધો ગ્લાસ મળી આવ્યો હતો. આ ગ્લાસ તથા બોટલ કબજે કરવાની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હતી ત્યારે કૈલાશ ગોહિલ નામનો શખ્સ આવ્યો હતો અને તેણે એએસઆઈ તરૂણભાઈને તું કોણ છો તેમ પૂછ્યા પછી તરૂણભાઈએ પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી તેમ છતાં કૈલાશે તેઓને ગાળો ભાંડી ઝપાઝપી કરી બોટલ તથા દારૂ ભરેલો અડધો ગ્લાસ ઝૂટલી લીધો હતો અને તોડી નાખ્યો હતો અને એએસઆઈને ત્યાંથી કાઢી મૂક્યા હતા.
ત્યારપછી રસ્તામાં રોકી લઇ આ શખ્સે હવે જો ફરીથી આવીશ તો સારાવાટ નહીં રહે તેવી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતા તરૂણભાઈએ ખુદ ફરિયાદી બની સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial