Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે પણ સાવચેતી સંદર્ભમાં રાત્રે બ્લેકઆઉટ થયો
દ્વારકા તા. ૧રઃ ભારત-પાક. વચ્ચે યુદ્ધની સ્થિતિમાં દ્વારકા, બેટદ્વારકા સહિતના મહત્ત્વના ધર્મસ્થાનો તથા દરિયા કાંઠાના વિસ્તારોમાં વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા ત ચાંપતી નજર રાખી રહ્યું છે.
દ્વારકામાં ગઈકાલે રવિવારે પણ રાત્રે ૮ વાગ્યાથી બ્લેકઆઉટ જાહેર કરાયો હતો. પરિણામે સાંજે સાડાસાત વાગ્યાથી જ દ્વારકાધીશ મંદિરમાં તથા અન્ય ધર્મસ્થાનોમાં દર્શનાર્થીઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો અને આઠ વાગ્યે દરેક મંદિરમાં આરતી-શયનદર્શન સહિતની વિધિઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી.
સાંજે સાત વાગ્યાથી જ દ્વારકા શહેરની બજારો સુમસામ થઈ ગઈ હતી. યાત્રિકોને પણ હોટલો, ધર્મશાળામાં રાત્રિ રોકાણ માટે ચાલ્યા જવા જણાવ્યું હતું. સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં સંધ્યા આરતીના દર્શન સાડાસાત વાગ્યે સંપન્ન થયા હતાં.
દ્વારકામાં પૂર્ણિમાના દર્શનાર્થે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતાં. રાત્રે બીનજરૂરી અવરજવર રાખીને વહીવટીતંત્રની સૂચનાનું પાલન કર્યું હતું. આજે સવારે ૬ વાગ્યે બ્લેકઆઉટ પૂર્ણ થતા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મંગળા આરતી અને દર્શનનો લાભ લીધો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ દ્વારકા તેમજ બેટદ્વારકાની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થા તથા યાત્રિકોની સુવિધા અંગે નિરીક્ષણ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial