Advertisement
Author: નોબત સમાચાર

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જીપીએફ સ્લિપ આપવામાં લાલીયાવાડી

જામનગર મહાનગરપાલિકા સંચાલિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાના કર્મચારીની જીપીએફની સ્લિપમાં લાલીયાવાડી ચાલતી હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.  કર્મચારીની જી.પી.એફ.ની સ્લિપ આપવામાં ઢીલી નીતિ અને વિલંબ ચર્ચાનો વિષય બન્યું છે. અનેક જગ્યાએ જરૂરી અને જીપીએફમાં જમા ઉધારની વાર્ષિક વિગતો દર્શાવતી જી.પી.એફ. સ્લિપ કર્મચારીઓને અઢી માસ જવા છતાં આપવામાં આવી નથી. કચેરીની કામગીરી ઉપર સવાલો ઉઠવા પામ્યા છે. કર્મચારીના જીપીએફમાં ગોટાબાજીની પણ શકયતા છે. આમ શિક્ષકોને સતત પરેશાન કરવાની કુટનીતિ પણ તપાસનો વિષય છે.  સમય પાલનની શીખ આપતા શાસનાધિકારી અને સમિતિના ચેરમેન પણ બેદરકારી સામે કેમ ચુપ છે ? સાથે જ સંઘના પ્રતિનિધિએ પણ અવાજ ઉઠાવવો જોઈએ, હાલ તો શિક્ષણ સમિતિનો વહીવટ બોડી બામણીના ખેતર જેવો જોવા મળ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh