Advertisement
Author: નોબત સમાચાર

બસ નદીમાં ખાબકતા બાંગલાદેશમાં ર૩ લોકોના કરૂણ મૃત્યુઃ ૧૧ તરીને બચ્યા

મોટી બોટમાં ચડાવતી વખતે ડ્રાઈવરે કાબૂ ગૂમાવતા

                                                                                                                                                                                                      

ઢાકા તા. ર૬: બાંગલાદેશમાં બસ નદી  માં ખાબકતા ર૩ ના મૃત્યુ થયા છે, જ્યારે ૧૧ લોકોએ તરીને જીવ બચાવ્યો હોવાનું જાણવા મળે છે. બસને મોટી બોટ પર ચઢાવતી વખતે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ ગમખ્વાર દુર્ઘટના બની છે.

બાંગલાદેશમાં એક પેસેન્જર બસ પદ્મા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ર૩ લોકોના મોત થયા છે. ૧૧ મુસાફરો તરીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતાં. બસમાં લગભગ ૪૦ લોકો સવાર હતાં.

આ અકસ્માત ગઈકાલે સાંજે થયો હતો. ત્યારે માત્ર ર લોકોના મોત થયાના સમાચાર આવ્યા હતાં, પરંતુ પછી મૃતાંક વધી ગયો હતો.

આ અકસ્માત રાજબાડી જિલ્લાના દાઉલાદિયા ટર્મિનલ પર થયો હતો. બસ ફેરી પર ચઢી રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ સીધી નદીમાં ખાબકી. બાંગલદેશમાં બસો અને વાહનોને નદી પાર કરાવવા માટે ફેરીનો ઉપયોગ થાય છે. આ એક મોટી બોટ કે જહાજ જેવું હોય છે. પ્રાપ્ત થતા અહેવાલો મુજબ વડાપ્રધાન તારિક રહેમાને બચાવ કામગીરીની માહિતી લીધી છે, સાથે જ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.

બચાવ ટીમે 'હમઝા' નામના જહાજની મદદથી લગભગ ૬ કલાકની જહેમત પછી મધ્યરાત્રિએ બસને બહાર કાઢી હતી. તેમાંથી ર૧ મૃતદેહો મળ્યા, જ્યારે ડાઈવર્સે અગાઉથી જ બે મહિલાઓના મૃતદહો શોધી કાઢ્યા હતાં.

ફાયર સર્વિસ અને કોસ્ટગાર્ડના ડાઈવર્સ સેના અને પોલીસની મદદથી ગુમ થયેલા લોકોની શોધખોળમાં લાગેલા છે. અધિકારીઓએ જણાવ્યું કે બસ ઢાકા જઈ રહી હતી. તેમાં સવાર ઘણાં મુસાફરો ઈદની રજાઓ પૂરી કરીને રાજધાની પરત ફરી રહ્યા હતાં, જેમાં બાળકો પણ સામેલ હતાં.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બસમાં સવાર ઘણાં લોકો એક જ પરિવારના હતાં. કેટલાક લોકો બહાર ઊભા હોવાને કારણે બચી ગયા હતાં, જ્યારે તેમના પરિવારજનો બસની અંદર ફસાયેલા રહી ગયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh