Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના
ખંભાળિયા તા. ર૬: દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર શ્રી રાજેશકુમાર તન્ના દ્વારા કલ્યાણપુર તાલુકાની મુલાકાત લેવામાં આવી હતી.
દ્વારકા જિ.ના કલ્યાણપુરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દ્વારા હાજરી આપી રજૂ યેલ અરજીઓ અંગે અરજદારોને રૂબરૂ સાંભળીને પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું. સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી.
કલ્યાણપુર મામલતદાર કચેરીમાં તમામ રેવન્યુ અધિકારીઓ-કર્મચારીઓ સાથે બેઠક યોજીને રેવન્યુને લગતી કામગીરીની સમીક્ષા કરીને તેનો રીવ્યુ લેવામાં આવ્યો હતો તથા લોકોને રાજ્ય સરકારની સેવાઓ સમયસર મળે તથા કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવાયું હતું.
જિલ્લા કલેક્ટર દ્વારા કલ્યાણપુર તાલુકાના રાણપરડા તથા માંગરિયા ગામોની પણ મુલાકાત લેવામાં આવી હતી. દફ્તર ચકાસણી તથા ગ્રામજનો સાથે મુલાકાત, પ્રશ્નો અંગે ચર્ચા, સગવડોની તથા સમસ્યાઓની જાણકારી મેળવી હતી. તેમના દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી. ગામડાઓમાં સરકારી શાળાઓની તન્ના દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial