Advertisement
Author: નોબત સમાચાર

ત્રિકમરાયજી મંદિરની જગ્યાના ભાડૂઆતને ખાલી કબજો સોંપી આપવા અદાલતનો આદેશ

ચડ્યે ચડ્યું ભાડું પણ ચૂકવવા હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામાનગરના આણદાબાવા ચકલા નજીકના ત્રિકમરાયજી મંદિરની જગ્યામાં ભાડેથી રહેતા ભાડૂઆત સામે ટ્રસ્ટ દ્વારા અદાલતમાં જગ્યા ખાલી કબજે મેળવવા દાવો કરાયો હતો. તે દાવો ચાલી જતા અદાલતે ખાલી કબજો સોંપી આપવા અને કબજો ન સોંપાય ત્યાં સુધી ભાડુ ચૂકવવા ભાડૂઆતને આદેશ કર્યાે છે.

જામનગરના આણદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા ત્રિકમરાયજી મંદિરના ટ્રસ્ટીઓએ પ્રદીપ કેશવલાલ મહેતા ઉર્ફે પ્રવીણભાઈ પાસે કબજામાં રહેલા મકાનનો કબજો મેળવવા તથા માસિક રૂ।.પ હજાર મેન્સ પ્રોફીટની રકમ મેળવવા અદાલતમાં દાવો કર્યાે હતો.

આ દાવામાં પ્રતિવાદીએ ઉપરોક્ત જગ્યામાં તેઓ ૩૦ વર્ષથી ભાડુઆત તરીકે હોવાનું અને ભાડાની રકમ ચેકથી ચૂકવ્યાનું જણાવી દાવો રદ્દ કરવા માગણી કરી હતી. તેની સામે વાદી તરફથી રોકાયેલા વકીલ પ્રદીપ દેસાઈ, ધવલ વજાણી, રાધા મોદી, જાનકી ભૂત, માનસી ફટાણીયાએ કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આ જગ્યાનો કબજો સોંપી આપવા અને ત્યાં સુધી દર મહિનાનું ભાડુ ચૂકવવા પ્રદીપ ભાઈ મહેતાને હુકમ કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh