Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડી.જી.એસ. મહાવિદ્યાલય અને સાહિત્ય અકાદમીના સહયોગથી
જામનગર તા. ૨૬: દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલય અલિયાબાડા અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અલિયાબાડામાં યોજાયેલ આ રાષ્ટ્રીય પરિસંવાદમાં મુખ્ય બીજરૂપ વક્તાઓ તરીકે શ્રી ભદ્રાયુ વછરાજાની તેમજ શ્રી જય વસાવડા દ્વારા ભારતીય જ્ઞાન પરંપરા અંતર્ગત વક્તવ્ય અપાયા. શ્રી ભદ્રાયુ વછરાજાની દ્વારા ભારતીય જ્ઞાન પરંપરાની સંકલ્પના બહુ જ સ્પષ્ટતાથી અપાઈ જેમ તેમણે ભારતીય જ્ઞાન પરંપરા શું છે અને શું નથી તેનો સ્પષ્ટ ખ્યાલ આપ્યો તેમજ શ્રી જય વસાવડા દ્વારા આ જ્ઞાન સરિતાનું સંવર્ધન શી રીતે થઈ શકે અને તેમાં શિક્ષક અને શિક્ષણની શું ભૂમિકા હોઈ શકે તે અંગે તેમની આગવી શૈલીમાં ખૂબ ઉદાહરણો સાથે સમજ આપવામાં આવી હતી. આ તકે ગુજરાતભરની વિવિધ કોલેજોમાંથી પધારેલા અધ્યાપકો સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ સાંપ્રત વિદ્યાર્થીઓ તેમજ આમંત્રિત મહેમાનો હાજર રહૃાા સમગ્ર ટ્રસ્ટી મંડળ પણ જોડાયું હતું. ભોજન પછી સહુ છ જૂથમાં વહેચાયા હતા, અને પોતાના પત્રો દ્વારા વિચારો રજૂ કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન મહાવિદ્યાલયના સ્ટાફગણ તેમજ આચાર્ય ડૉ. રૂપલબેન માંકડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ૧૭૫થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial