Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં સેવાભાવીઓ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા-માળા તથા ચણની વ્યવસ્થા

વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૩: ખંભાળિયા શહેર સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ખંભાળિયાના વિંઝલપરની એનાર્ડે ફાઉન્ડેશનની શાળાના પૂર્વ શિક્ષક તથા કોળી સમાજના આગેવાન નરોત્તમભાઈ સાકરીયાએ વિવિધ જગ્યાએ દશ ચકલીના માળા તથા ચકલી પક્ષીઓ માટે પાણીના કુંડા તથા માળા વ્યવસ્થિત ગોઠવી દિન ઉજવ્યો હતો. ખંભાળિયા, ભાણવડ, દ્વારકા, ભાટીયાના અનેક સેવાભાવીઓએ પણ ચકલીઘરને સલામત જગ્યાએ ટીંગાડીને ચકલીને પાણી- ચણની વ્યવસ્થા કરી હતી.

ખંભાળિયા એનિમલ કેર સંસ્થા તથા ભાણવડ એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા પંખીઓ માટે કુંડા, સલામત રહે તેવા ચકલીઘર, પ્રાણીઓ માટે પીવાના પાણીની કુંડી વગેરેના વિતરણ માટે આયોજન કરાયું હતું.  ખંભાળિયાના ઔદિચ્ય જ્ઞાતિના કમલેશભાઈ જોશી દ્વારા વર્ષોથી ખાલી ડબલામાં ચકલીઘર બનાવીને શહેરના મંદિરો, બસસ્ટોપ છાપરા જેવા સ્થળો પર ચકલી માટે રાખવામાં આવે છે તથા તેનું નિરીક્ષણ કરીને માળાને અનુરૂપ સગવડો-વ્યવસ્થા કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh