Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોમવારની રાત્રે હુમલો કરાયાની ફરિયાદઃ
જામનગર તા. ૨૬: જામનગરના રણજીતનગરમાં નાસ્તાની રેંકડી ચલાવતા એક આસામીને નાસ્તો કરવા આવેલા ત્રણ શખ્સ પાસે પૈસા માંગતા તેઓએ લમધારી નખાયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના ગુલાબનગર રોડ પર રાજપાર્ક પાસે રંગમતી પાર્કમાં રહેતા અને રણજીતનગરમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે હરસિદ્ધિ ઢોસા નજીક રેંકડી રાખી નાસ્તાનો વ્યવસાય કરતા રમેશભાઈ મુતૈયાભાઈ શેઢીયાર નામના તામીલ યુવાન ગયા સોમવારે પોતાના વ્યવસાયના સ્થળે હતા.
આ વેળાએ નાસ્તો કરવા આવેલા દીપુ સરગમ તથા અન્ય બે શખ્સ પાસે રમેશભાઈએ નાસ્તાના પૈસા માંગતા આ શખ્સોએ ગાળો ભાંડી હુમલો કરી માર માર્યાે હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રમેશભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial