ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુક્યોઃ પેવેલીયનની લીધી મુલાકાત / યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રાજીનામું આપ્યું ! વ્હાઈટ હાઉસની બહાર અખબારોની નકલો થઈ ફરતી / વિશ્વ બેંકના પ્રમુખપદના ઉમેદવાર તરીકે ઈન્દિરા નુયીનું નામ આવ્યું મોખરે / સુપ્રીમે મુંબઈના ડાન્સ બારોને આપી શરતી મંજુરીઃ ડાન્સરો પર નોટ ઉછાળી શકાશે નહીં

થાઈલેન્ડનું 'થેરાવડા બુદ્ધિસ્ટ ટેમ્પલ' વિશ્વનું એકમાત્ર 'ટાઈગર ટેમ્પલ' છે

મંદિર પરમ તત્ત્વની ઉપાસનાનું સ્થળ છે. આ સિવાય ત્યાં સેવાકીય અને નિઃસ્વાર્થ પ્રવૃત્તિઓ થતી હોય છે. પરિણામે ઘણાં મંદિરોમાં સાધકો નિવાસ કરતા હોય છે અને મંદિર આશ્રમ કે મઠ સ્વરૃપે સ્થાપિત થતું હોય છે, પરંતુ થાઈલેન્ડમાં એક એવું મંદિર છે જેમાં સાધકો ઉપરાંત અનેક વાઘ વસવાટ કરે છે...!

થાઈલેન્ડમાં કંચનબુરી પ્રાંતના સાઈ યોક ડિસ્ટ્રીક્ટમાં આવેલ 'થેરાવડા બુદ્ધિસ્ટ ટેમ્પલ' વિશ્વભરમાં 'ટાઈગર ટેમ્પલ' તરીકે ઓળખાય છે. હાલમાં આ બૌદ્ધ મંદિરમાં કુલ ૧પ૦ વાઘ વસવાટ કરે છે. અહીંના વાઘોને મંદિરના બૌદ્ધ સાધુઓ પાલતુ પ્રાણીઓની જેમ ઉછેરે છે પરિણામે કોઈ વાઘ કોઈ માનવીને હાનિ પહોંચાડતો નથી.

મૂળ તો આ મંદિર બૌદ્ધ મંદિર છે, પરંતુ વર્ષ ૧૯૯૯ માં એક સ્થાનિક માણસ આ મંદિરમાં એક વાઘનું બચ્ચું મૂકી ગયો અલબત્ત એ બચ્ચુ તો થોડા સમયમાં જ મૃત્યુ પામ્યું, પરંતુ ત્યારથી મંદિરમાં વાઘના બચ્ચાઓ આપવાની પરંપરા આરંભ થઈ ગઈ અને પછી તો મંદિરના સંચાલકો અને સાધુઓ પણ થાઈલેન્ડ ઉપરાંત બહારના દેશોમાંથી વાઘ આયાત કરી મંદિરમાં રાખવા લાગ્યા. વાઘોને કારણે મંદિર સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું અને વિશ્વભરના પર્યટકો મંદિરની મુલાકાતે આવવા લાગ્યા જેને પરિણામે મંદિર પ્રશાસને આવકની અનોખી પદ્ધતિ શોધી કાઢી. આ મંદિરમાં બૌદ્ધ સાધુઓ વાઘોને પાલતુ પ્રાણીઓની જેમ ઉછેરતા હોવાથી વાઘો પાલતુ પ્રાણીઓની જેમ જ વર્તન કરે છે એટલે પર્યટકો પાલતુ પ્રાણી સાથે ફોટા પડાવતા હોય એ રીતે પૈસા ચૂકવી વાઘો સાથે ફોટા પડાવે છે.

વિશ્વના એક માત્ર 'ટાઈગર ટેમ્પલ' સાથે વિવાદો પણ જોડાયેલા છે. મંદિરના બૌદ્ધ સાધુઓ વાઘો સાથે અયોગ્ય રીતે વર્તન કરતા હોવાના તેમજ વાઘોની ગેરકાયદે આયાત-નિકાસ કરતા હોવાના આરોપ લાગતા રહ્યા છે. વર્ષ ર૦૦પ માં આવા જ આરોપમાંથી અદાલતે મંદિરને મુક્ત કર્યું હતું, પરંતુ મંદિરમાં વાઘઉછેરની પ્રવૃત્તિથી 'થાઈ વાઈલ્ડ એનિમલ્સ રીઝર્વેશન એન્ડ પ્રોટેક્શન એક્ટ-૧૯૯ર'નું ઉલ્લંઘન થતું હોવાનો આરોપ લગાવી તાજેતરમાં વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન ઓફિસ (ડબલ્યુસીઓ) દ્વારા મંદિરમાં રેડ કરવામાં આવી હતી ત્યારે મંદિરમાં વાઘના બચ્ચાઓના કોહવાઈ ગયેલા ૪૦ મુતદેહો મળી આવ્યા હતાં. જેમાંના અમુક તો પાંચ વર્ષથી વધુ જુના હતાં. સમગ્ર ઘટનાથી ચકચાર મચતા હવે હાલ મંદિરમાં રહેલ ૧૩૭ વાઘોના સ્થળાંતર કરવાની દિશામાં કામગીરી આરંભ કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00