સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

 

રાજય સરકારે જાહેર કરેલી નવી ટેકસ્ટાઈલ નીતિથી અમદાવાદ અને સુરતનો કાપડ ઉદ્યોગ નિરાશઃ વેપાર- ઉદ્યોગના સૂચનો ધ્યાને લીધા નથીઃ વિવિધ પ્રત્યાઘાતો

મુંબઈ, અમદાવાદ અને સુરતનો કાપડ ઉદ્યોગ ઘણા લાંબા સમયથી મુશ્કેલીમાં છે. વર્તમાન સરકારે નોટબંધી અને જીએસટી અમલમાં મૂક્યા બાદ કાપડના વેપારઓ નાણાભીડ અને ઘરાકીના અભાવે મુશ્કેલીમાં મૂકાયા છે. અત્યાર સુધી કાપડ ઉદ્યોગ પર કોઈ વેરો નહતો, પરંતુ નોટબંધી અને જીએસટી પછી કાપડ ઉદ્યોગમાં તહેવારોની ઘરાકીનો અભાવ અને નાણાભીડથી વેપારીઓમાં નિરાશા છે.

રાજય સરકારે નવી ટેકસ્ટાઈલ નીતિ જાહેર કરી છે. તેનાથી અમદાવાદ અને સુરતના કાપડના વેપારીઓ નિરાશ થયા છે. વેપાર-ઉદ્યોગના અભિપ્રાયો-સૂચનો ધ્યાને નહીં લેવાયાનો અફસોસ છે. કાપડના ઉદ્યોગકારોનું માનવું છે કે, કાપડ ઉદ્યોગને ઉગારવા તાત્કાલિક ઓક્સિજનની જરૃર છે.

નવી ટેકસ્ટાઈલ નીતિને લીધે અમદાવાદના કાપડ ઉદ્યોગમાં નિરાશા છવાઈ છે. કારીગરોની ઈપીએફઓ હેઠળ નોંધણી ઉપરાંત કેપિટલ સબસીડી માટે રખાયેલી શરતો ઉદ્યોગકારોને આકરી જણાઈ છે. ઘરેલું ચેમ્બરો અને વેપારીઓએ આપેલા અભિપ્રાયો અને સૂચનો ધ્યાનમાં લેવાયેલા નથી. ઉપરાંત સહાય માટે રોજગારીની શરત રાખવામાં આવી છે. તે ઉદ્યોગકારોને પસંદ નથી.

ટેકસ્ટાઈલ પ્રોસેસ હાઉસના પ્રમુખ અને ઉપપ્રમુખ મસ્કતી મહાજન અમદાવાદના નરેશ શર્માના જણાવ્યા અનુસાર નવી ટેકસ્ટાઈલ નીતિ અમને ખાસ અસરકારક લાગતી નથી. સબસીડી માટે નવા કારીગરો રાખવાનું કહેવાયું છે. પરંતુ હવે કોન્ટ્રાક્ટ સિવાય કારીગરો - મજૂરો રાખવા પોસાય તેમજ નથી. નવા યુનિટો માટે પણ જો આ રીતે નિયમો લાગુ કરવામાં આવશે તો ખાસ અસર થશે નહીં. સરકારે આ નીતિમાં ફેરફાર કરવો પડશે એવું વેપારીઓનું માનવું છે.

કેપિટલ સબસીડીની જુના ઉદ્યોગો માટે કોઈ જોગવાઈ નથી તે દુઃખદ છે

ટેકસ્ટાઈલ નીતિને લઈને બહુ હરખાવા જેવું નથી. એવો અભિપ્રાય પૂર્વ ચેરમેન પાવર લૂમ ડેવલોપમેન્ટ એન્ડ એકસ્પોર્ટ કાઉન્સિલના ભરત છાજેટ દ્વારા આપવામાં આવ્યો છે, કેપિટલ સબસીડીની જુના ઉદ્યોગ માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી એ દુઃખદ છે. સ્પિનિંગ જીનિંગમાં કોઈ રાહતો આપી નથી કે કોઈ ફેરફાર કરાયો નથી. આ નીતિ સામે વેપારીઓનો વિરોધ છે, અને એવું માનવું છે કે, રાજય સરકારે જાહેર કરેલી નીતિ કરતા મહારાષ્ટ્ર સરકારની નીતિ વધારે આકર્ષક છે.

નવું યુનિટ અને ટેકસ્ટાઈલ બનાવવામાં મોટું રોકાણ કરવું પડે. યુનિટો સંગઠિત થઈને રોકાણ કરે તો જ તે શક્ય છે. વીજળીમાં નવા યુનિટને જ રૃા. ર ની સબસિડી વાજબી નથી. જુના યુનિટને કશી રાહત નથી અપાઈ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના કહેવા પ્રમાણે નીતિ મિશ્ર અસરો છોડશે, કારણ કે, ધારણા કરતા પોલિસી નબળી છે. ઘરેલું ચેમ્બર અને ટ્રેડ મંડળના અભિપ્રાયો ધ્યાન ઉપર લેવાયા નથી. ફેબ્રિકેટેડ પોલિસી જાહેર થઈ ગઈ છે. કામદારોને ફરજીયાત ઈપીએફ નોંધણીની શરત યોગ્ય નથી.

રાજય સરકારે જાહેર કરેલી નવી ટેકસ્ટાઈલ નીતિથી સુરતના ઉદ્યોગકારો પણ નારાજ છે. નવી ટેકસ્ટાઈલ નીતિથી નવા રોકાણકારોને ફાયદો થશે. પરંતુ કાપડના સ્થાપિત એકમોને કોઈ પ્રકારનો પ્રત્યક્ષ લાભ કે પ્રોત્સાહન અપાયું હોય તેવું નજરે પડતું નથી. કાપડ ઉદ્યોગના કેન્દ્ર સુરત શહેરના ઔદ્યોગિક સંગઠનોએ એકસૂરે સ્પષ્ટ કર્યુ હતું કે, અત્યાર સુધી મહારાષ્ટ્રના નવાપુર સાથે સુરતને હરિફાઈ હતી. પણ હવે સુરત શહેરમાં જ એક યુનિટને બીજા યુનિટ સાથે હરિફાઈ થશે તે યોગ્ય નથી.

નવી કાપડ નીતિમાં પ્રોસેસ હાઉસને વીજ દરમાં રૃા. ર અને વિવિંગ એકમોને વીજ દરમાં રૃા. ૩ ની યુનિટ દીઠ રાહતની જાહેરાત કરવામાં આવી છે. આ રાહત માત્ર નવા રોકાણકારોને આકર્ષવા માટે છે. જેને લઈને સ્થાનિક કાપડ ઉદ્યોગ સંગઠનો અને ઉદ્યોગ સાહસિકોમાં ચોક્કસ નિરાશા જોવા મળી છે.

સુરત સહિત રાજયભરના કાપડ ઉદ્યોગના એકમોએ રાજ્ય સરકાર પાસે રાહત આપવાની માંગ કરી હતી. નવી કાપડ નીતિમાં સરકારે નવું રોકાણ કરનાર એકમોને વીજદરમાં રાહત આપવાની કરીને ફરી એક વખત કાપડ ઉદ્યોગને મંદીમાંથી ઉગારવાનું આપેલું વચન ફેરવી તોળ્યું છે.

દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીયલના પ્રમુખ હેતલ મહેતાના જણાવ્યા અનુસાર નવી મશીનરી પરનો નિર્ણય આવકાર્ય છે. જૂની મશીનરીવાળા યુનિટોને પણ લાભ મળવો જોઈએ. નવી કાપડ નીતિ કોઈ પ્રકારે આવકાર્ય નથી. વર્કીંગ કેપિટલનો મુદ્દો જ સમગ્ર કાપડ નીતિમાંથી ઉડાવી દેવામાં આવ્યો છે. નવી નીતિને લઈને અમારી નારાજગી રાજય સરકાર સમક્ષ રજૂ કરીશું. આગામી દિવસોમાં હયાત એકમોને ઘટાડેલા વીજદરનો લાભ મળે તે પ્રકારની વિધિસરની રજૂઆત કરીશું.હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00