જામનગરના મેયરના આંગણે લગ્નોત્સવ

જામનગરના મેયર શ્રી હસમુખભાઈ બી. જેઠવાના સુપુત્ર ચિ. પાર્થના શુભલગ્ન શ્રી તરંગકુમાર જી. રાઠોડની સુપુત્રી ચિ. વૈભવી સાથે નિરધાર્યા છે. નવદંપતીનો સત્કાર સમારંભ તા. ૦૧-૦૨-૨૦૨૦ ના રાત્રે ૮ વાગ્યે મ્યુનિ. ટાઉનહોલમાં યોજવામાં આવ્યો છે.

 

પાટણના ડી.પી. ઠક્કર (પોપટ) પરિવારના આંગણે લગ્નોત્સવ

પાટણ નિવાસી શ્રીમતી નીલાબેન તથા શ્રીયુત ધીરૃભાઈ પોપટ (ડી. પી. ઠક્કર પરિવાર) ની પૌત્રી શ્રીમતી પલ્લવીબેન અને શ્રી કનુભાઈ ધીરૃભાઈ પોપટની સુપુત્રી ચિ. હેતલના શુભલગ્ન ચેન્નાઈ નિવાસી શ્રીમતી લક્ષ્મી તથા શ્રી વી.એસ.આર. ચંદ્રાના સુપુત્ર ચિ. જયસિમ્હા સાથે તા. ૧૩-૨-૨૦૨૦ ના દિને ચેન્નાઈમાં નિરધાર્યા છે.

 

ઠક્કર પરિવારના આંગણે લગ્નોત્સવ

વડોદરા નિવાસી શ્રી કાંતિલાલ મગનલાલ ઠક્કરના પૌત્ર તથા શ્રીમતી દક્ષાબેન તથા શ્રી અનિલકુમાર કાંતિલાલ ઠક્કરના સુપુત્ર ચિ. ભાવિકના શુભલગ્ન શ્રીમતી ભારતીબેન તથા શ્રી ધર્મેન્દ્રભાઈ રસીકલાલ ઠક્કરની સુપુત્રી ચિ. રિદ્ધિ સાથે તા. ૧-૨-૨૦૨૦ ના દિને વલ્લભ વિદ્યાનગરના ગુલમહોર લોન્સમાં નિરધાર્યા છે. આ સાથે શ્રી રાજેશકુમાર કાંતિલાલ ઠક્કરના સુપુત્ર ચિ. ક્રિશને યજ્ઞોપવિત સંસ્કાર આપવાનો પ્રસંગ યોજાયો છે. નવદંપતીનો સત્કાર સમારંભ તા. ૨-૨-૨૦૨૦ ના સાંજે ૭ વાગ્યે વડોદરામાં આરાના લોન્સમાં યોજાયો છે.

 

દોશી પરિવારના આંગણે શરણાઈના સૂર

જામનગરના વરિષ્ઠ પત્રકાર સ્વ. હિંમતલાલ લલ્લુભાઈ દોશીની પૌત્રી તે શ્રીમતી છાયાબેન તથા શ્રી પ્રકાશભાઈ હિંમતલાલ દોશીની સુપુત્રી ચિ. કિંજલના શુભલગ્ન જામનગર નિવાસી (મૂળ ચેલા) શ્રીમતી કાશ્મીરાબેન તથા શ્રી કિરીટભાઈ કેશવલાલ મહેતાના સુપુત્ર ચિ. વિરલ સાથે તા. ૩૦-૧-૨૦૨૦ ના દિને નિરધાર્યા છે.

 

માંડલિયા પરિવારના આંગણે લગ્નોત્સવ

જામનગર નિવાસી શ્રી પરેશભાઈ હરગોવિંદભાઈ માંડલીયાની સુપુત્રી ચિ. દિવ્યાના શુભલગ્ન જામનગરના શ્રી રાજેન્દ્રભાઈ અમૃતલાલ મદાણીના સુપુત્ર ચિ. સાગર સાથે તા. ૩૦-૧-૨૦૨૦ ના દિને નિરધાર્યા છે.

close
Nobat Subscription