સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

 

વિશાલ રોજ કરતા દોઢ કલાક ઘરે મોડો આવ્યો. બાઈક પાર્ક કર્યું અને ઘરે  ગયો. વિશાલે જેવો ઘરમાં પગ મૂક્યો કે તરત જ પત્નીએ સ્વાગત કર્યું કે 'ક્યાં હતાં અત્યાર સુધી? ઓફિસ તો સાત વાગ્યે છૂટી જાય છે. રોજ તો સવાસાતે આવી જાવ છો? આજે કેમ મોડું થયું? પાછો તમારો ફોન પણ લાગતો ન હતો.' વિશાલ પરસેવો લૂછતા જવાબ આપે છે કે બાઈક બગડી ગયું હતું. ગેરેજમાં ગયો આજે તો... જલદી જમવાનું આપી દે ને... પત્ની કંઈ બોલ્યા વગર રસોડામાં ચાલી ગઈ. વિશાલને હાશ થઈ.

સંજયને પણ આજે મોડું થઈ ગયું. ઘરમાં આવતા જ પત્નીએ સવાલોની ઝડી વરસાવી... 'કેમ મોડું થયું? આખો દિવસ કેમ ઓનલાઈન હો છો? ક્યાં ગયા હતાં? આખો દિવસ કોની સાથે ચેટ કરો છો? ઓફિસમાં  કેટલી છોકરીઓ છે? બધા સાથે વાતનો વ્યવહાર છે?' સંજય સમજાવટના સૂરમાં કહે છે, 'અરે... તને ખબર છે કે હું આખો દિવસ ઓફિસમાં નથી બેસતો... સાઈટ પર હોઉ એટલે મેનેજર સાથે વાત કરવી પડે, સંપર્કમાં રહેવું પડે... એટલે ઓનલાઈન હોવ છું... વાત પૂરી... સંજયને પણ હાશ...'

કમલેશને મોડું થવાની સજા એ મળી કે ઘરમાં સ્વાગત મૌન સાથે થયું. પત્ની મોઢું ચડાવીને બેડરૃમમાં આવી ગઈ. ટેબલ પર ઢાંકેલી થાળી સાથે ચીઠ્ઠી હતી કે બહારથી જમીને આવ્યા ન હો તો જમી લેજો.

રાજેશ પ્રોફેસર છે. તેના વિદ્યાર્થીઓમાં મોટાભાગે છોકરીઓ છે. રોજ ચાર-પાંચ કલાક છોકરીઓ સાથે વિતાવે છે. તેનો સ્વભાવ સારો હોવાથી બધી છોકરીઓ રાજેશ સરને પોતાની બધી વાત કરે છે, તેની સલાહ લે છે, પ્રેમની વાત પણ સર સાથે સેર કરે છે. તેની પત્ની હંમેશાં  તેની સામે શંકાથી જોવે છે. છોકરીઓના ફોન કે મેસેજ આવતા હોય તે તેની પત્નીને ગમતું નથી. આથી રાજેશ ઘરે જતા પહેલા જ મોબાઈલમાં મેસેજ અને ચેટ ડિલીટ કરે છે.

પત્ની પાસે ખોટું બોલવું કે વાત છૂપાવવી ઉપરમાંથી કોઈપણ પુરુષને ગમતી નથી, પણ છતાં કરવું પડે છે. તેમને પત્નીના વર્તન સામે વાંધો છે. ઉપરમાંથી કોઈપણ આડી લાઈને ચડેલા નથી કે નથી કોઈ બાધ્ય... લગ્નતેર સંબંધ, નથી કોઈને દારૃ-જુગારની ખોટી આદત... છતાં પણ ઘરમાં ઝઘડો ન થાય એ માટે પત્નીથી ઘણી વાતો છૂપાવે છે. વાત સમજવા જેવી એ છે કે જો કોઈ પતિ તેની પત્નીને એમ કહે કે મને રસ્તામાં એક કોલેજ ફ્રેન્ડ મળી ગઈ હતી, કે પછી એમ કહે કે મિત્રો સાથે નાસ્તો કરવા ગયો હતો, કે પછી ફ્રેન્ડ સાથે ચેટ કરવામાં મોડું થઈ ગયું અથવા સ્ત્રીમિત્રએ આપેલી ભેટ ઘરે લઈ જાય અને પત્નીને તે કોના તરફથી આવી તેમ કહે...  કે ઓફિસમાં સાથી સ્ત્રી કર્મચારીને મૂકવા તેના ઘરે ગયો હતો... તો કેટલી પત્નીઓ આ વાત સ્વીકારશે? આ પછીના કેટલાય દિવસો સુધી પતિની ઉલટ તપાસ લેતી રહેશે... દરેક પત્નીના મતે પરફેક્ટ પતિ એટલે એવો કે જે કામના સમય પછી બધો સમય તેના માટે જ આપે, તો જ સાચો પ્રેમ કહેવાય.

ખરેખર આ વિચાર યોગ્ય નથી જ... ઘણીવાર પુરુષો ઓફિસની બધી વાત પત્નીને નથી કરી શકતા... ઘણીવાર ઓફિસમાં સિનિયર કર્મચારી સ્ત્રી હોય તો પણ પુરુષો પત્નીને નથી કહેતા... ખરેખર તો સાથી કર્મચારી વચ્ચે પ્રેમ કે ખરાબ સંબંધ હોય એવું જરૃરી નથી. એકબીજાની આવડત અને અનુભવના આધારે વધારે શીખવા માટે પણ એકબીજા સાથે મિત્રતાનો સંબંધ રાખતા હોય છે, પણ પત્ની આગળ આ વાત નથી કરી શકતા.

આખી વાતનો સાર એ છે કે આવું કેમ કરવું પડે છે? શું પતિ કોઈ સાથી કર્મચારીની કે અન્ય વિજાતીય વ્યક્તિ સાથે વાત કરે તો તેને સીધો શંકાના દાયરામાં જ મૂકી દેવાનો? આજે પરિસ્થિતિ બદલાઈ છે. મહિલાઓ ઘરની બહાર જાય છે, કોઈ જોબ કરે છે, તો કોઈ અન્ય પ્રવૃત્તિ... તે દરેક સ્થળે કોઈને કોઈ કારણસર પુરુષ સાથે વાતચીત કરવાનો સમય આવે છે. જો તેવી સ્થિતિમાં તેનો પતિ શક કરે તો તે વહેમીલો, ખરાબ, પછાત ગણાય છે અને પત્ની બિચારી બાપડી ગણાય છે. સ્ત્રીઓ એ આશા રાખે છે કે તે બીજા સાથે વાત કરે, કામ કરે તે સ્થિતિ તેમના પતિ સ્વીકારી લે. પાછા દલીલ પણ એમ જ કરે છે કે 'એ તો કામની બાબતે પુરુષો સાથે વાતચીત કરવી પડે, કોન્ટેક્ટ રાખવા પડે.' સ્ત્રીઓ પતિ પાસેથી બ્રોડમાઈન્ડેડની આશા રાખે છે. તો પછી એ જ સ્ત્રીઓ પતિની આ સ્થિતિ કેમ નથી સ્વીકારતી? કેમ પતિ બીજા સાથે વાત કરે તો તેના ભવાં ચડી જાય છે? કેમ પતિનો મોબાઈલ ચેક કરે છે? કેમ તેની સાથી સ્ત્રી કર્મચારીનો ફોન-મેસેજ આવતા તેને મોઢુ ચડી જાય છે? શું સ્ત્રીઓ પતિ માટે બ્રોડમાઈન્ડેડ ન બની શકે? વિચારી જો જો...

ઘણીવાર એવું પણ બને છે કે પતિએ ખુલ્લા મને પોતાની પત્નીને પોતાની સ્ત્રીમિત્રની, સાથી કર્મચારીની વાત કરવાની કોશિશ કરી હશે પણ તેમને પત્ની તરફથી વિચારોની એ મોકળાશ નહીં મળી હોય, અથવા પત્નીઓ આ વાત સ્વીકારવા ઉદાર નહીં થઈ હોય, તેના પ્રત્યે પઝેસિવ છે અને આ જ કારણે અન્ય સાથે વાતચીત કરવાની પણ છૂટ નથી.

જરાક વિચારો... પુરુષો પત્નીથી વાત શા માટે છૂપાવે છે? તમારા શંકાશીલ સ્વભાવને કારણે? કે પછી ઘરમાં ઝઘડો ન થાય એ માટે? પુરુષોને પણ પોતાના ઘરની-પરિવારની એટલી જ ચિંતા છે પત્ની માટે પ્રેમ છે જ, અને આ પ્રેમ જ તેમને આવી વાત છૂપાવવા મજબૂર કરે છે. તમને દુઃખ થાય, ઝઘડો થાય તો ઘરનું વાતાવરણ બગડે એ વિચારે તે અમુક વાત છૂપાવે છે. એવું નથી કે વિજાતીય વ્યક્તિ સાથેની વાત જ છૂપાવે છે. ઘણીવાર પુરુષો આર્થિક કટોકટી, ઓફિસની સમસ્યા પણ ઘરનાથી છૂપાવે છે. સ્ત્રીઓ એટલી સાદી બાબત કેમ નથી સમજતી કે જે વ્યક્તિએ સમાજની સાક્ષીએ તમને સ્વીકાર્યા છે... જેમનું જીવન તમારી સાથે જોડાયેલું છે... જે વર્ષોથી તમારી સાથે રહે છે એ વ્યક્તિ તમારાથી દૂર જઈ જ ન શકે... પતિ પત્નીનો સંબંધ કોઈ રમત તો નથી કે ગમે ત્યારે પૂરી થઈ જાય... કોઈ સાથેની સામાન્ય મિત્રતાથી પત્નીનું સ્થાન જરાય હલતું નથી. સ્ત્રીઓએ આ વાત સ્વીકારવાની જરૃર છે.

એક સર્વે મુજબ વર્તમાન સમયમાં પતિ-પત્ની વચ્ચે પારદર્શક્તા વધી છે. સ્ત્રીઓ પણ ઘરની બહાર જાય છે એટલે ઓફિસમાં વિજાતીય વ્યક્તિ સાથેના સામાન્ય સંબંધો સહજતાથી સ્વીકારતી થઈ છે, છતાં હજુ પણ પ૦ થી ૬૦ ટકા સ્ત્રીઓ પતિના અન્ય સાથેના સહજ સંબંધો સ્વીકારી શકતી નથી અને આ જ કારણસર પતિ વાત છૂપાવે છે. મુદ્દો સાવ સામાન્ય છે, પણ વિચાર કરવા જેવો છે... શું તમે આવી સંકુચિત માનસિક્તા નથી ધરાવતા ને...

- દિપા સોનીમેકઅપ... સ્ત્રીઓ માટે સૌથી અગત્યની વસ્તુ... સ્ત્રીઓને સુંદર બનાવતું શસ્ત્ર... દરેક સ્ત્રી પાસે મેકઅપની નાની-મોટી વસ્તુ હોય જ છે. આમ તો મેકઅપ પ્રોડક્ટ્સ મહિનાઓ સુધી ચાલે છે, પણ અમુક સંકેતોને લીધે તેને બદલાવવી પડે છે. મહિલાઓ ભૂલ એ કરે છે કે મેકઅપ પ્રોડક્ટ્સ બદલાવતી જ નથી. તેમના માટે પ્રોડક્ટ્સ ખલાસ થાય ત્યારે જ નવી લેવાની એ માન્યતા હોય છે, પરંતુ ખરાબ પ્રોડક્ટ્સ સુંદરતા વધારવાને બદલે તેના પર દાગ લગાવી દે છે. જો આ પ્રોડક્ટ્સને સમયસર બદલાવવામાં આવે તો જ સુંદરતા બેદાગ રહે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ક્યા કારણોને લીધે તમારે તમારી પ્રોડક્ટ્સને બદલવી જરૃરી છે. જુની અને એક્સપાઈરી ડેટવાળી પ્રોડક્ટ્સ સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડી શકે છે તેમજ આ પ્રોડક્ટ્સ બ્રેકઆઉટ અથવા અન્ય સ્કિન સંબંધી સમસ્યાનું કારણ બની શકે છે. આવું ન થાય એ માટે અમુક સંજોગોમાં મેકઅપ કીટ બદલી નાખવી જોઈએ.

નિશ્ચિત સમય માટે બનેલી પ્રોડક્ટ...

અમુક વસ્તુ એક વર્ષ સુધી સાારી રહે છે. સામાન્ય રીતે તેના પર એક્સપાઈરી ડેટ લખેલી જ હોય છે. જ્યારે આંખના મેકઅપની પ્રોડક્ટ હોય ત્યારે તે બેથી ત્રણ મહિના જ ઉપયોગમાં લેવા જોઈએ. નહીં તો આંખોને નુક્સાન જવાનો ભય છે. મસ્કરા સૌથી ઓછા સમય સુધી વાપરવાનું સૌંદર્ય પ્રસાધન છે. એટલે બે-ત્રણ મહિના સુધી ઉપયોગ કરીને ખલાસ ન થાય તો પણ તેને બદલાવવું જોઈએ.

બનાવટમાં પરિવર્તન...

જો તમારી લિપસ્ટિક ચીપચીપ થઈ જાય અથવા તમારૃં આઈ લાઈનર તમારી આંખોને સુંદર બનાવી શકતું ન હોય તો તમારે તમારી જુની પ્રોડક્ટને ભૂલીને નવી પ્રોડક્ટ ખરીદવાની જરૃર છે. મેકઅપ પ્રોડક્ટમાં વધતી જતી ચીકાશ તેના જુના થવાની અને તમારે નવી ખરીદવાની વાત યાદ કરાવે છે.

રંગમાં પરિવર્તન...

એક્સપાયરી ડેટવાળા લિપગ્લોસના રંગમાં પરિવર્તન સ્વાભાવિક છે. કારણ કે લિપગ્લોસ લગાવતી વખતે તમે ઘણી વખત ગ્લોસને ટ્યૂબમાં ડૂબાડો છે... નિષ્ણાતોનું કહેવું છે કે દર છ મહિને લિપગ્લોસના રંગમાં પરિવર્તન આવે છે. તેને છ મહિને બદલાવવું જોઈએ. નહીં તો તેમાં ઉત્પન્ન થતા બેક્ટેરિયા તમારા મોઢામાં ચાંદા અને અન્ય સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.

મેકઅપ પ્રોડક્ટ્સનું સૂકાવું...

ફાઉન્ડેશન જેવા લિક્વિડનું સૂકાઈ જવું એક સામાન્ય સમસ્યા છે. જો તમે આવી સમસ્યાથી પરેશાન છો તો એ જ યોગ્ય છે કે એ વસ્તુને ફેંકી દો. આવી વસ્તુના કારણે અનેક ખતરનાક સમસ્યા જન્મ લેતી હોય છે. જો તમારી વસ્તુ સૂકાઈ ગઈ હોય તો તેને હલાવીને પરાણે વાપરવાને બદલે તેને ફેંકી દઈને એક નવી પ્રોડક્ટ ખરીદી લો.

જો તમારી પાસે એવી પ્રોડક્ટ્સ હોય કે જેની ખરીદીની તારીખ તમે ભૂલી  ગયા છો અને ઘણાં સમયથી તમે એ બધું વાપરો છો, તો અત્યારે જ તમારી મકેઅપ કીટ ખાલી કરો. આઈશેડો, પેન્સિલ બ્લશ, નેઈલપોલિશ જેવી પ્રોડક્ટ્સ બે વર્ષ સુધી વાપરી શકાય છે, પણ તે સૂકાઈ જાય તો તરત બદલાવવી જોઈએ. કેટલા સમયથી વાપરો છો એ પણ યાદ ન હોય તો તેને બદલાવવું એ જ યોગ્ય રહેશે.

સુંદરતાના શસ્ત્ર એવી મેકઅપ પ્રોડક્ટ્સ ક્યાંક સુંદરતાની દુશ્મન ન બની જાય તે ધ્યાન રાખજો. થોડા રૃપિયા બચાવવાના મોહમાં વાપરવા માટે અયોગ્ય બનેલી પ્રોડક્ટ્સ વાપરતા ક્યાંક નુક્સાન ન થઈ જાય તે ધ્યાનમાં લેજો. આજે જ તમારી મેકઅપ કીટ તપાસો... અને જરૃર હોય તે પ્રોડક્ટ્સ બદલાવો...

- નીમાવાનગીઃ સ્પ્રિંગ ઢોસા

સામગ્રીઃ એક વાટકી ઢોસાનું ખીરૃ, ચાર  ચમકી બટર, એક ડુંગળી ખમણેલી, એક  કપ કોબી લાંબી સમારેલી, એક કપ ગાજર ખમણેલા, એક કપ શિમલા મરચા લાંબા સમારેલા, એક કપ બાફેલા નુડલ્સ, એક ચમચી ચીલી સોસ, એક ચમચી વિનેગર, ચાર ચમચી સોયાસોસ, મીઠું સ્વાદ મુજબ, કાળા મરી ઝીણા વાટેલા.

રીતઃ કડાઈમાં બટર નાખી ડુંગળી, કોબી, ગાજર, શિમલા મરચા, મીઠું અને મરી નાખીને મિક્સ કરો. બધું ચડવા દો. બરાબર શેકાઈ જાય એટલે તેમાં ચિલી સોસ, સોયાસોસ, વિનેગર, નુડલ્સ નાખી મિક્સ કરો અને ઢાંકી લો. હવે નોનસ્ટિક તવાને ગરમ કરો. ઢોસાનું ખીરૃં પાથરો. વચ્ચે પુરણ ભરો અને ફોલ્ડ કરી લો. સહેજ બટર લગાવી દો. ક્રિસપી થઈ જાય એટલે પલેટમાં લઈને ચટણી સાથે સર્વ કરો.હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00